બીસીસીઆઈ વર્લ્ડ કપ માટે કરી ભારતીય ટીમની જાહેરાત

April 15, 2019
 101
બીસીસીઆઈ વર્લ્ડ કપ માટે કરી ભારતીય ટીમની જાહેરાત

ભારતીય ક્રિકેટ બોર્ડે આજે આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ માટે પોતાની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. તેની જાણકારી તેમને પોતાના ટ્વીટર હેન્ડલ પર આપી દીધી છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આ વખતે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ઈતિહાસ રચવા માંગશે. તેમાં કોઈ શંકા નથી કે, ટીમ ઇન્ડિયા આ વખતે વર્લ્ડ કપના દાવેદારોમાંથી એક છે. તેને ધ્યાનમાં રાખત આખરે ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે બીસીસીઆઈની સિલેકશન સમિતિની મીટીંગ બાદ ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઇન્ડિયા પોતાની પ્રથમ મેચ ૫ જૂનના સાઉથ આફ્રિકા સામે રમશે. સાઉથેમ્પ્ટનમાં બપોરે ૩ વાગ્યાથી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપની શરૂઆત કરશે.

વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ભારતીય ટીમ આ પ્રકાર છે : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી

વર્લ્ડકપનું આયોજન ૩૦ મેથી ઇંગ્લેન્ડમાં થશે અને ઇંગ્લેન્ડ તે જગ્યા છે જ્યાં ભારતે પ્રથમ વખત ૧૯૮૩ માં કપિલ દેવની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપ જીતી ઈતિહાસ રચ્યો હતો. ભારતે બીજી વખત ૨૦૧૧ માં પોતાની યજમાનીમાં આ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. તેમ છતાં છેલ્લા ઘણા સમયથી ટીમ સંયોજનને લઈને પસંદગીકર્તાઓ ચોથા નંબર પર બેટ્સમેન લઈને ચિંતામાં જોવા મળ્યા હતા.

Share: