યોગી આદિત્યનાથ ત્રણ અને માયાવતી બે દિવસ સુધી નહીં કરી શકે ચુંટણી પ્રચાર, ઈલેકશન કમીશનની ફટકાર

April 15, 2019
 882
યોગી આદિત્યનાથ ત્રણ અને માયાવતી બે દિવસ સુધી નહીં કરી શકે ચુંટણી પ્રચાર, ઈલેકશન કમીશનની ફટકાર

દેશમા લોકસભા ચુંટણીના બીજા તબક્કાનું મતદાન ૧૮ એપ્રિલના રોજ ૧૩ રાજયોમાં યોજાવવાનું છે. જો કે આ પૂર્વે ઈલેકશન કમિશને ચુંટણી આચાર સંહિતા ભંગ બદલ યુપીના સીએમ યોગી આદિત્યનાથને ત્રણ દિવસ અને બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીને બે દિવસ સુધી ચુંટણી પ્રચાર નહીં કરવા આદેશ અપાયો છે.

ચુંટણી આચારસંહિતા ભંગ બદલ યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને બીએસપી પ્રમુખ માયાવતી પર કાર્યવાહી કરી હતી. ચુંટણી પંચે યોગી આદિત્યનાથ ૭૨ કલાક અને જયારે માયાવતી ૪૮ કલાક સુધી ચુંટણી પ્રચારમાં હિસ્સો લઈ શકશે નહીં.આ આદેશ મંગળવાર સાંજે ૬ વાગેથી શરુ થશે. આયોગના આદેશ મુજબ આ દરમ્યાન તે કોઈપણ રેલી, રોડ શો કે ઈન્ટરવ્યુ આપી શકશે નહીં.

Share: