કોંગ્રેસને મત આપીને ભાજપના અહંકારને તોડવાની જરૂર છે : હાર્દિક પટેલ

April 15, 2019
 627
કોંગ્રેસને મત આપીને ભાજપના અહંકારને તોડવાની જરૂર છે : હાર્દિક પટેલ

ગુજરાતમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આજે મહુવામાં ચુંટણી સભાને સંબોધિત કરી હતી. જેમાં હાર્દિક પટેલે ભાજપને હરાવવા માટે લોકોને આહવાન કર્યું હતું. તેમજ કહ્યું હતું કે જો આ વખતે ભાજપ સરકાર બનાવશે તો આવતી વખતે તમારો મતનો અધિકાર પણ તે છીનવી લેશે. તેથી લોકોએ આ વખતે ભાજપને હરાવવાનો સંકલ્પ લેવો જોઈએ.

ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં લોકો આજે પણ પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે. તેમજ ભાજપના રાજમાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણ કથળી રહ્યું છે. ભાજપ તેના અહંકારમાં રાચી રહ્યું છે. તેથી તે વારંવાર ખેડૂતોનું અપમાન કરે છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. વિકાસશીલ ગુજરાતની વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા અલગ છે.

આ ઉપરાંત આપણે જ નહીં પરંતુ આઈ.બી. નો રીપોર્ટ પણ કહે છે કે કોંગ્રેસ અમરેલી, ભાવનગર અને જુનાગઢ બેઠક તો જીતવાના છીએ સાથે સાથે સૌરાષ્ટ્રની બેઠકો પણ જીતવાના છીએ. ઉલ્લેખનીય છે કે , આજે મહુવા ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જનસભાને સંબોધિત કરવાના છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા પાટીદાર અનામત આંદોલનના નેતા હાલ કોંગ્રેસના જોડાયેલા હાર્દિક પટેલે લોકસભા ચુંટણી દરમ્યાન ગુજરાતી મતદારોને કોંગ્રેસ પક્ષને મત આપવા અપીલ કરી છે. જેમાં હાર્દિક પટેલે લખ્યું છે કે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં તમામ ગુજરાતીઓને હ્રદયથી આહવાહન કરું છું કે યુવાનોના અધિકાર, ખેડૂતોની સમૃદ્ધી અને મહિલાઓની સુરક્ષા માટે આપનો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપો.

હાર્દિક પટેલ કોંગ્રેસના જોડાયા બાદ સતત ભાજપ વિરુદ્ધ અનેક સ્થળોએ પ્રચાર કરી રહ્યા છે. જેમાં હાલમાં અમદાવાદ પશ્વિમ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારના સમર્થનમાં જાહેરસભાને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ મોટાભાગની બેઠકો જીતવાનું છે. તેવા સમયે તમામ લોકોનો એક જ પુકાર છે. હાથ જોડે હાથ મિલાવો અને કોંગ્રેસેને ફરી એકવાર જીતાડો.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે, ગુજરાતના કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજયમાં ભાજપ પર અનેક સવાલો ઉભા કર્યા છે. જેમાં પણ વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે લોકોને મત માટે આપેલી ધમકીને લઈને હાર્દિકપટેલે ભાજપને સવાલ કર્યો હતો કે આટલી બધી ગભરાહટ શા માટે છે.

વડોદરાના એક ધારાસભ્ય જનતાને કહી રહ્યા છે કે જો ભાજપના કમળના વોટ નહીં આપો તો તમને ગામમાંથી કાઢી મુકવામાં આવશે. ભાજપ હવે ગુજરાતના ધમકી પર ઉતરી આવી છે. ગુજરાત એટલું ડરપોક છે કે તેનાથી ડરી જશે. ના આ વખતે તો નક્કી જ કર્યું છે કે પરિવર્તન લાવવું છે. આ ગુજરાત છે ગાંધી અને સરદારની ભૂમી છે.

Share: