ગુજરાતમાં રાહુલ ગાંધી ગર્જયા, કહ્યું ચુંટણી જીતતા જ લાગુ કરીશું ન્યાય યોજના

April 15, 2019
 605
ગુજરાતમાં રાહુલ ગાંધી ગર્જયા, કહ્યું ચુંટણી જીતતા જ લાગુ કરીશું ન્યાય યોજના

ગુજરાતમાં ૨૩ એપ્રિલના રોજ યોજાનારી લોકસભાની ૨૬ બેઠકો માટેની ચુંટણી માટે બંને રાજકીય પક્ષો દ્વારા ચુંટણી પ્રચાર ચરમસીમા પર છે. જે અંતર્ગત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મહુવા ખાતે જનસભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું છે દેશના લોકોને ન્યાય આપવા માટે અમે ન્યાય યોજના લાવ્યા છે. જેનો અમલ અમારી સરકાર બનતાની સાથે જ કરી દેવામાં આવશે.

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોદી સરકારે લોકસભા ચુંટણી વખતે કરેલા એક પણ વાયદો પૂર્ણ કર્યો નથી. આ ઉપરાંત હાલ ગુજરાતમાં ખેડૂતો પાકવીમાનું વળતર મેળવવા માટે વલખા મારી રહ્યા છે. પરંતુ તમારા પ્રીમીયમના નાણા અનિલ અંબાણી જેવા ૧૫ ઉદ્યોગપતિઓના ગજવામાં જ જાય છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઉપરાંત અત્યાર સુધી દેશના ખેડૂતો માટે કોંગ્રેસ સરકારે અત્યારથી જ આયોજ કરી લીધું છે.જેમાં દેશમાં હાલ માત્ર એક જ નેશનલ બજેટ બને છે. રેલ્વે બજેટ પણ અલગ બનાવવામાં આવતું નથી. તેવા સમયે કોંગ્રેસની સરકાર આવશે તો અમે દેશમાં બે અલગ અલગ બજેટ બનાવવામાં આવશે. જેમાં એક નેશનલ બજેટ બનશે અને બીજું ખેડૂતો માટેનું બજેટ બનશે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ખેડૂતોને દર વર્ષે પહેલી જ પાકનો ભાવ અને જરૂરી માહિતી પૂરી પાડીશું. જેના લીધે તેમને એમએસપી જેવા પ્રશ્નો જ ઉભા ના થાય.

રાહુલ ગાંધીએ મોદી સરકારને રાફેલ મુદ્દે પણ ઘેરી હતી. તેમજ કહ્યું હતું કે પીએમ મોદીએ રાફેલ ડીલ હિન્દુસ્તાન એરોનોટીક્સ જોડેથી છીનવીને અનિલ અંબાણીની કંપનીને આપી દીધો હતો. જેમને એકપણ વિમાન બનાવવાનો અનુભવ ન હતો. પીએમ મોદી ફ્રાંસ સરકાર સાથે સીધી વાત કરે છે. તેમજ ૩૦ હજાર કરોડ રૂપિયા અનિલ અંબાણીના ગજવામા નાંખી દીધા હતા.

રાહુલ ગાંધીએ રેલીમાં બોલતા ચોકીદાર શબ્દ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે ખેડૂત અને મજુરના ઘરની બહાર ચોકીદાર હોતો નથી. ત્યારે આ ચોકીદાર અદાણી અને અંબાણીની ચોકીદારી કરે છે.

Share: