અલ્પેશ ઠાકોર. કુંવરજી બાવળિયા. જવાહર ચાવડા ને જનતા નો જાકારો

April 15, 2019
 331
અલ્પેશ ઠાકોર. કુંવરજી બાવળિયા. જવાહર ચાવડા ને જનતા નો જાકારો

સત્ય નો વિજય હોય છે તે વાત થોડી વહેલી મોંડી સાબિત થઈ ને રહે છે પણ જ્યારે કાળા માથા ના માનવી ને એ અભિમાન આવી જાય છે કે હું છું તો જ આ બધું છે તે દિવસ થી તેના પતન ની શરૂઆત થઈ જાય છે ચાહે તે વ્યક્તિ જે કોઈ પણ ક્ષેત્ર ની હોય તેને આસમાન થી જમીન ઉપર આવવું જ પડે છે તેમાં રાજકારણ ની વાત કરું તો અલ્પેશ ઠાકોર નામ નો યુવાન જે જિલ્લા પંચાયત ના જીતી શક્યો પણ તેને ઠાકોર સમાજ ના યુવાનો ને ભેગા કરી ને કોંગ્રેસ પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધી ને આકર્ષી ને કોંગ્રેસ પાર્ટી મા મોકાની જગ્યા બનાવી પોતાના 5 વ્યક્તિઓ સાથે પોતે પણ ધારા સભ્ય બન્યો કોંગ્રેસ પાર્ટી એ તેને બિહાર મા આસિસ્ટન્ટ પ્રભારી પદ પણ આપ્યું પણ ભાજપ મા જવાનો પ્રેમ અને લાલચો ને કારણે તેને જાતે જ કોંગ્રેસ પાર્ટી છોડી આ કારણે ગુજરાત કોંગ્રેસ મા આનંદ થયો હતો કારણ કે અલ્પેશ ઠાકોર ને ગુજરાત ના નેતાઓ યોગ્ય સમજતા નહોતા પણ શું કરીએ રાહુલ ગાંધી પાસે પદ મેળવ્યું હતું પણ તે રહી ના શક્યો આજે 3 દિવસ પછી ૮૦ ટકા થી વધુ ઠાકોર સમાજ ના લોકો એ જ જાહેર કર્યું છે કે અમે કોંગ્રેસ પાર્ટી ની સાથે જ છીએ કોંગ્રેસે ઠાકોર સમાજ ને અન્યાય કરવાની અલ્પેશ ઠાકોર ની વાતો ખોટો છે ત્યારે બીજી બાજુ માણાવદર ના પેઠલજી ઠાકોર ના પુત્ર જવાહર ચાવડા ને યુવાની થી કોંગ્રેસ પાર્ટી મા મહત્વ આપ્યું ૩/૪ વાખત ધારા સભ્ય બનવા છતાં ગુજરાત સરકાર મા મંત્રી બનવાની લાલચ મા આવી ને ભાજપ મા જોડાઈ ને જવાહર ચાવડા મંત્રી તો બની ગયા છે.

પણ માણાવદર ની જનતા નો પ્રેમ ગુમાવી દીધો એવું ત્યાં થઈ રહેલી પેટા ચૂંટણી ના પ્રચાર વખતે લાગી રહ્યું છે કે જનતા સાથે છલ કરવા બદલ જનતા છોડતી નથી તેવું જ કુંવરજી બાવળિયા ની બાબત માં નથી બન્યું કુંવરજી પાણી ની જેમ રૂપિયા વાપરી ને ફરી થી પોતાના જસદણ વિસ્તાર ની ધારાસભ્ય તરીકે ની પેટા ચૂંટણીમાં ભાજપ તરફ થી જીતી ગયા છે પણ પોતે પોતાના વિસ્તાર ના એક ગામ માં ચુંટણી પ્રચાર માટે ગયા હતા ત્યાં તેમને ગામના મહિલા મતદારો એ પીવાના પાણી બાબતે સાચી રજૂઆત કરતા તેમની પાસે યોગ્ય જવાબ નહોતો તેથી વાણી વિલાસ કરી ને તેમને અહંકાર મા ખોટા શબ્દો પ્રયોગ કર્યા હતા પણ આખરે તો અપમાનિત થઈને ગામ થી નીકળી જવું પડ્યું હતું ત્યારે એમ થાય કે તમારી પાસે રૂપિયા નો ભંડાર ભર્યો હોય પણ તમારા એરિયા માં જ તમારું માન પાન કે સન્માન ના હોય ત્યારે તમે મોટા નેતા તરીકે ડંફાસ મારો છો તે શું કરવા માટે?? બાવળિયા પોતે ગુજરાત ના પાણી પુરવઠા વિભાગ ના પ્રધાન છે છતાં પણ પોતાના મત વિસ્તાર માં જ્યાં થી તેમને મત મળ્યા હતા ત્યાં પાણી મળે અને જે વિસ્તાર માં થી મત ના મળ્યા ત્યાં નળ મા પાણી ના આવે તે સારી વાત ના કહેવાય આજ સચ્ચાઈ છે ગુજરાત મોડલ ના ભાજપ સરકાર ની જ્યાં ભાજપ ના મતદાર કાર્યકર્તા અને નેતાઓ કે ઉદ્યોગ પતિ ના જ કામ થાય છે બીજાના નહિ. ભગવાન બચાવે ભાજપ થી

Share: