
જર્મની વાહન નિર્માતા કંપની ફોક્સવેગનના સ્ટ્રેટેજી ચીફે જણાવ્યું છે કે, કંપની ઇંધણથી ચાલનારી એન્જિન ટેકનીકની છેલ્લી જનરેશન ૨૦૨૬ માં બનાવશે. પ્રાપ્ત માહિતી મુજબ ત્યાર બાદ કંપની ઇલેક્ટ્રિકથી ચાલનારી કારોને જ લોન્ચ કરશે. જયારે છેલ્લા મહિના જ કાર નિર્માતા કંપનીને ઇલેક્ટ્રિક વાહનો પર મોટો દાવ રમતા ૨૦૨૩ સુધી ૪૪ અરબ યુરો (૫૦ અરબ ડોલર) ના રોકાણની જાહેરાત કરી છે.
રોકાણની જાહેરાત દરમિયાન કંપનીએ જણાવ્યું છે કે, ૨૦૧૫ માં થયેલા પેરીસ આબોહવા કરારના ઉત્સર્જન લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તે પોતાની ડીઝલ અને પેટ્રોલ એન્જિન વાળી કરોનિ ધીર-ધીરે બંધ કરી દેશે. ફોક્સવેગનના સ્ટ્રેટેજી પ્રમુખ માઈકલ જોસ્ટે જણાવ્યું છે કે, કંપનીના કર્મચારી આ વાહનો પર કામ કરી રહ્યા છે. તેમને જણાવ્યું છે કે, “અમે ધીમી-ધીમે ઇંધણથી ચાલનારી એન્જિન કારોનિ દુર કરી રહ્યા છીએ.”
તમને જણાવી દઈએ કે, ફોક્સવેગને ૨૦૨૫ સુધી ઇલેક્ટ્રિક વાહનોના મોડલ સંખ્યા વધારી ૫૦ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે, જયારે વર્તમાનમાં તેની સંખ્યા માત્ર છ છે.