ગૂગલે ભારતમાં બ્લોક કરી ટીકટોક એપ, પ્લેટસ્ટોરથી પણ કરવામાં આવી દુર

April 17, 2019
 1258
ગૂગલે ભારતમાં બ્લોક કરી ટીકટોક એપ, પ્લેટસ્ટોરથી પણ કરવામાં આવી દુર

કેન્દ્ર સરકારના કડક વલણ બાદ ગૂગલે અને એપ્પલે પોત-પોતાના પ્લેટફોર્મથી ટીકટોક એપને દુર કરી દીધી છે. મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ સરકારે મંગળવારે ગૂગલ અને એપલને પોત-પોતાના પ્લેટફોર્મથી ટીકટોકને દુર કરવાનો આદેશ આપ્યો હતો. સોમવારે સુપ્રીમ કોર્ટે પણ મદ્રાસ હાઈ કોર્ટના ટીકટોક એપ પર પ્રતિબંધ લગાવવાના આદેશ પર રોક લગાવવાથી ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ કેન્દ્ર સરકારે ગૂગલ અને એપ્પ્લને જણાવ્યું હતું કે, તે પોતાના એપ સ્ટોર્સથી પોપ્યુલર ચાઇનીઝ શોર્ટ વિડીયો મોબાઈલ એપને દુર કરી નાખે.

મીનીસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિકસ એન્ડ ઇન્ફ્રોમેરશન ટેકનોલોજીએ આ પગલું ભર્યું છે. હાઈકોર્ટે સરકારથી ટીકટોક એપ્લીકેશનના ડાઉનલોડ્સને રોકવા માટે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મદ્રાસ હાઈકોર્ટની મદુરે બેંચે ૩ એપ્રિલના એક ઓર્ડર પાસ કરી સરકારે નિદેશ આપ્યો હતો કે, ટીકટોક એપના ડાઉનલોડ્સને રોકવામાં આવે.

Share: