બીએસએનએલે પોતાના લોન્ગ ટર્મના પ્લાનમાં કર્યો મોટો ફેરફાર

April 18, 2019
 686
બીએસએનએલે પોતાના લોન્ગ ટર્મના પ્લાનમાં કર્યો મોટો ફેરફાર

બીએસએનએલ ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી સ્પર્ધાના લીધે પોતાના રીચાર્જ પ્લાન્સમાં સતત ફેરફાર કરી રહી છે. હવે કંપનીએ ૬૬૬ રૂપિયા વાળા રિચાર્જ પ્લાનની વેલીડીટી વધારી ૧૩૪ દિવસ કરી દીધી છે, પહેલા આ પ્લાનની વેલીડીટી ૧૨૨ દિવસની હતી. તેના સિવાય, કંપનીએ પોતાના બે પ્લાન બંધ કરી દીધા છે. આ બંને લોન્ગ ટર્મ પ્લાન છે. કંપનીએ પોતાના ૯૯૯ રૂપિયા અને ૨૦૯૯ રૂપિયાના પ્લાનને બંધ કરી દીધા છે. બંને પ્લાનની વેલીડીટી એક વર્ષની હતી. ૯૯૯ રૂપિયાના પ્લાનમાં કંપની ૩૬૫ દિવસની વેલીડીટી આપતી હતી. આ પ્લાનમાં ૧૮૧ દિવસો માટે ૩.૨ જીબી ડેટા મળતો હતો. તેના સિવાય ફ્રી અનલીમીટેડ કોલિંગ અને ૧૦ એસએમએસ દરરોજ આ પ્લાનમાં મળતો હતો. તેના સિવાય કંપનીએ ૨૦૯૯ રૂપિયાનો પ્લાન પણ બંધ કરી દીધો છે.

આ પ્લાનની વેલીડીટી ૩૬૫ દિવસની તેના સિવાય કંપની ૬.૨ જીબી ડેટા, દિલ્હી અને મુંબઈ સહીત દેશભરમાં અનલીમીટેડ વોઈસ કોલિંગ મળે છે. પ્લાનમાં દરરોજ ૧૦૦ એસએમએસ પણ ફ્રી મળે છે. શું છે ૬૬૬ રૂપિયાનો પ્લાન? આ પ્લાનમાં યુઝર્સને ૩.૭ જીબી ડેટા મળે છે. એફયુપી લીમીટ આ પ્લાનમાં ૪૦ કેબીપીએસ છે. તેના સિવાય ૧૦૦ એસએમએસ દરરોજ અને અનલીમીટેડ કોલિંગ આ પ્લાનમાં મળે છે.

આ પ્લાનમાં દિલ્હી અને મુંબઈ સર્કલમાં અનલિમિટેડ કોલિંગ મળતી નથી. આ પ્લાનની વેલીડીટી ૧૨૨ દિવસ છે. ૬૬૬ માં શું કર્યો ફેરફાર? આ પ્લાનમાં બીએસએનએલ ૧૨૨ દિવસની વેલીડીટી આપતો હતો. કંપનીએ હવે આ પ્લાનમાં ફેરબદલ કરતા વેલીડીટી વધારીને ૧૩૪ દિવસ કરી દીધી છે. આ અગાઉ કંપનીએ આ પ્લાનની વેલીડીટી ૧૨૯ દિવસથી ઘટાડીને ૧૨૨ દિવસ કરી દીધી હતી. હવે આ પ્લાનમાં ૧૩૪ દિવસની વેલીડીટી મળે છે. આ રીવીઝન બીએસએનએલના બધા સર્કલ્સમાં ઉપલબ્ધ છે. કંપની ૧૬૯૯ રૂપિયાના પ્લાન હજુ આપે છે. પોતાના બે લોન્ગ ટર્મ પ્લાન્સ દુર કરવા પાછળનું કોઈ કારણ જણાવ્યું નથી.

Share: