વોડાફોને લોન્ચ કર્યો ૧૬ રૂપિયા વાળો ફિલ્મી રિચાર્જ પ્લાન

April 19, 2019
 801
વોડાફોને લોન્ચ કર્યો ૧૬ રૂપિયા વાળો ફિલ્મી રિચાર્જ પ્લાન

વોડાફોને પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે એક નવો ૧૬ રૂપિયાનો પ્લાન પ્રસ્તુત કર્યો છે જેનું નામ કંપનીએ ‘ફિલ્મી રિચાર્જ’ રાખ્યું છે. તેમાં કોલિંગ અને એસએમએસના ફાયદા તો ગ્રાહકોએ મળશે નહી, પરંતુ ગ્રાહકોને તેમાં એક દિવસ માટે ૧જીબી ૨જી/૩જી/૪જી ડેટા જરૂર આપવામાં આવશે.

વોડાફોન અને આઈડિયાના મર્જર બાદ વોડાફોન પહેલાથી વધુ આકમક પ્લાન્સ ઉતારી રહ્યા છે. જેમ કે નામથી જ તમની સમજી ચુક્યા હશો કે, કંપનીએ પોતાના આ પ્લાનને ૧ દિવસની વેલીડીટી સાથે ડેટા પેક તરીકે ઉતાર્યો છે. આ પ્લાનની મદદથી ગ્રાહક પોતાના સ્માર્ટફોન પર મુવીનો આનંદ લઇ શકે છે. આ પ્લાનનું રિચાર્જ વોડાફોનના બીજા પ્લાન્સ સાથે કરાવી શકે છે.

આઈડિયાએ પણ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે એક એવો જ ૧૬ રૂપિયા વાળો પ્લાન પ્રસ્તુત કર્યો હતો. વોડાફોનના ઈન્ટરનેટ પેકમાં ૨૯ રૂપિયા વાળા પ્લાન સામેલ છે, જેમાં ૨૮ દિવસની વેલીડીટી સાથે ૫૦૦ એમબી ડેટા મળે છે. આવી રીતે એક પ્લાન ૪૭ રૂપિયાના છે, જેમાં એક દિવસની જ વેલીડીટી માટે ૩ જીબી ડેટા મળે છે. વોડાફોનના ૯૨ રૂપિયા વાળા ઈન્ટરનેટ પેકની વાત કરીએ તો તેમાં ૭ દિવસની વેલીડીટી દરમિયાન ૬ જીબી ડેટા આપવામાં આવે છે. જો તમે ૨૮ દિવસની વેલીડીટી વાળા કેટલાક પ્લાનની શોધ કરી રહ્યા છો તો ૯૮ રૂપિયા, ૪૯ રૂપિયા અને ૩૩ રૂપિયા વાળા પ્લાન કંપનીના પોર્ટફોલિયોમાં સામેલ છે. તેમાં ક્રમશ : ૩ જીબી, ૧ જીબી અને ૫૦૦ એમબી ડેટા આપવામાં આવે છે.

Share: