બીએસએનએલ ગ્રાહકોને આપી રહી છે આ ધમાકેદાર ઓફર

April 20, 2019
 674
બીએસએનએલ ગ્રાહકોને આપી રહી છે આ ધમાકેદાર ઓફર

બીએસએનએલ પોતાના યુઝર્સ માટે બમ્પર કેશબેક ઓફર લઈને આવી છે જેમાં સબ્સક્રાઈબર્સને ૪૦૦૦ રૂપિયાથી વધુ કેશબેક આપવામાં આવી રહ્યું છે. બીએસએનએલ આજકલ પોતાના સબ્સક્રાઇબર બેસને વધારવા માટે સતત કામ કરી રહ્યું છે. એટલા માટે કંપની અવારનવાર સબ્સક્રાઈબર્સ માટે નવી અને આકર્ષક ઓફર લઈને આવી રહી છે. બીએસએનએલે કેટલાક મહિનાઓ પહેલા પોતાના બ્રોડબેન્ડ અને એફટીટીએચ યુઝર્સ માટે પણ ૨૫ ટકા કેશબેક ઓફરને લોન્ચ કરી હતી, પરંતુ ઓછા જ યુઝર્સ જાણે છે કે, બીએસએનએલ પોતાના પોસ્ટપેડ પ્લાન પર પણ બમ્પર કેશબેક ઓફર આપી રહી છે.

બીએસએનએલના આ નવી કેશબેક ઓફરમાં પોસ્ટપેડ યુઝર્સને પોતાના વર્તમાન પ્લાનના એન્યુઅલ સબ્સક્રિપ્શન લેવા પર કેશબેક આપી રહી છે. તેમાં ૧૫૨૫ રૂપિયા વાળા પ્લાનનું એન્યુઅલ સબ્સક્રિપ્શન લેવા માટે યુઝર્સને ૧૮,૩૦૦ રૂપિયાની ચુકવણી કરવી પડશે અને તેના પર તેમને ૪૫૭૫ રૂપિયાનું કેશબેક મળશે. આ પ્રકાર ૧૧૨૫ રૂપિયા વાળા પ્લાનનું એન્યુઅલ સબ્સક્રિપ્શન લેવા પર ૩૩૭૫ રૂપિયાની સાથે જ ૭૯૯ રૂપિયા વાળા પ્લાન પર ૨૫ ટકાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. બીઅસએનએલ આ ઓફરને હજુ માત્ર કેરળ સર્કલમાં ઓફર કરી રહી છે.

કેશબેક ઓફરનો લાભ ઉઠાવવા માટે સબ્સક્રાઈબર્સને સંપૂર્ણ સબ્સક્રિપ્શન પીરીયડની એક સાથે ચુકવણી કરવી પડશે. તેની સાથે જ એપ્રિલ અને મેમાં આ પ્લાનનું સબ્સક્રિપ્શન લેવા પર સબ્સક્રાઈબર્સને સિક્યોરીટી ડીપોઝીટ અને એક્ટીવેશન ચાર્જ પર પણ છુટ મળશે એટલું જ નહીં બીએસએનએલ સબ્સક્રાઈબર્સ ૭૨૫ રૂપિયા અને ૫૨૫ રૂપિયા મહિના રેંટલ વાળા પ્લાન પર ૨૦ ટકા કેશબેકનો લાભ ઉઠાવી શકે છે. ૫૦૦ રૂપિયાથી ઓછા મહિના પ્લાન પર બીએસએનએલ પોતાના સબ્સક્રાઈબર્સને ૧૦ ટકા કેશબેકની ઓફર કરી રહી છે. આ ઓફરની સૌથી ખાસ વાત એ છે કે, સબ્સક્રાઈબર્સ આ પ્લાનના ૬ મહિનાનું સબ્સક્રિપ્શન લઈને પણ ૪ થી ૧૨ ટકાનું કેશબેક પ્રાપ્ત કરી શકે છે.

Share: