એરટેલના ૧૯૯ રૂપિયા વાળા પ્લાનમાં હવે યુઝર્સને મળશે આ ખાસ ઓફર

April 21, 2019
 535
એરટેલના ૧૯૯ રૂપિયા વાળા પ્લાનમાં હવે યુઝર્સને મળશે આ ખાસ ઓફર

ટેલીકોમ કંપની ભારતી એરટેલ પોતાના ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે સતત નવા-નવા પ્લાન લોન્ચ કરી રહી છે. હવે કંપની પોતાના યુઝર્સ માટે એક નવી ઓફર લઈને આવી છે, જેના આધારે ૧૯૯ રૂપિયા અથવા પછી તેનાથી વધુના રિચાર્જ પર ગ્રાહકોને એક વર્ષ માટે નોર્ટન મોબાઈલ સિક્યોરીટી સબ્સક્રિપ્શન ફ્રી આપી રહી છે. ગ્રાહક આ ફરી સબ્સક્રિપ્શનને માય એરટેલ એપ દ્વ્રારા રીડીમ કરી શકે છે અથવા પછી કંપનીની વેબસાઈટ પર જઈને પણ તેને એક્ટિવેટ કરી શકાશે.

કંપની આ સબ્સક્રિપ્શનને તે પોસ્ટપેડ યુઝર્સને ફ્રી આપી રહી છે, જે એરટેલના સિક્યોર પ્લાનના યોગ્ય છે. આ પ્લાન સ્માર્ટફોનનું એક્સિડેંટલ ડેમેજ પણ કવર કરે છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં એરટેલે ૨૪૮ રૂપિયા વાળા ફર્સ્ટ ટાઈમ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો હતો, જેમાં યુઝર્સને દરરોજ ૧.૪ જીબી ડેટા, અનલીમીટેડ લોકલ-એસટીડી કોલિંગ અને દરરોજ ૧૦૦ એસએમઅસની સુવિધા મળે છે.

આ એંટી વાઈરસના સબ્સક્રિપ્શનમાં યુઝર્સને એંટી ફિશિંગ વેબ પ્રોટેક્શન, કોલ અને ટેક્સ્ટ બ્લોકર, માલવેર પ્રોટેક્શન, પ્રીવેસી એડવાઇઝર, રિમોટ લોકેટ, એંટી-થેફ્ટ, સેફ બ્રાઉજિંગ જેવી ઘણી સુવિધાઓ ૧ વર્ષ સુધી ફ્રી મળશે. ટેલીકોમ ટોકની રિપોર્ટ મુજબ, બધા પ્રીપેડ યુઝર્સ ૧૯૯ અથવા પછી તેનાથી વધુ રિચાર્જ પર ૧ વર્ષની ફ્રી નોર્ટન મોબાઈલ સિક્યોરીટી સબ્સક્રિપ્શન મેળવવા માટે ઇલીજબલ છે.

Share: