વ્હોટ્સએપમાં થવાના છે ફેરફાર, કંઇક આવા દેખાશે આ નવા ફીચર

April 22, 2019
 793
વ્હોટ્સએપમાં થવાના છે ફેરફાર, કંઇક આવા દેખાશે આ નવા ફીચર

વ્હોટ્સએપ એન્ડ્રોઈડ માટે જલ્દી જ નવા ઈમોઝી સ્ટાઈલ આવવાના છે. આ સ્ટાઈલ સ્ટેટસ અપડેટ સેક્શન માટે હશે. પ્રાપ્ત માહિતી મુજબ નવા ઈમોઝી સ્ટાઈલ વ્હોટ્સએપ બીટા ૨.૧૯.૧૧૦ ના ભાગ છે તેમ છતાં આ ડેવલપમેન્ટ ડિફોલ્ટ રૂપથી ડિસેબલ કરવામાં આવ્યું છે અને આ બધા બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે, નવા વ્હોટ્સએપ ઈમોઝી ફીચરને એનીમેટેડ વ્હોટ્સએપ સ્ટીકર ફીચરના એક દિવસ બાદ સ્પોટ કરવામાં આવ્યા છે.

કંપની આધિકારિક ઈમોઝીને સ્ટોરીના રૂપમાં લોકો દ્વ્રારા પ્રયોગમાં લાવવા માટે કાર્ય કરી રહી છે. વ્હોટ્સએપ પોતાના એપમાં બીટા અને પબ્લિક વર્ઝનમાં આ નવા ફેરફાર માટે પ્રયોગ કરી રહી છે. થોડા સમય પહેલા જ વ્હોટ્સએપની ક્ષમતાને વધારતા આ વાતને ધ્યાન રાખવામાં આવી છે કે, વપરાશકર્તા એક વખતમાં ૩૦ ઓડિયો ફાઈલ્સ મોકલી શકે, આ અગાઉ વપરાશકર્તા એક વખતમાં માત્ર એક ફાઈલ જ મોકલી શકતા હતા.

તેમ છતાં પહેલાથી જ એપમાં આઈપેડમાં ઠીકથી કામ કરે તે બાબતે થઈ રહેલી માંગો પર કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેમાં ટચઆઈડી સ્પોર્ટ, અલગ-સ્ક્રીન અને લેંડસ્કેપ મોડને સારૂ કરવું છે. તેના સિવાય ફેક ન્યુઝને વ્હોટ્સએપના દ્વ્રારા રોકવાને લઈને પણ કામ કરવામાં આવી રહ્યું છે. કંપની ‘ફોરવર્ડીંગ ઇન્ફો’ અને ‘ફ્રીક્વેન્ટલી ફોરવર્ડિગ મેસેજ’ ફીચર માટે ૧.૫ અરબ લોકોને આ જાણવાની તક આપશે કે, ક્યાં સંદેશને કેટલા વખત મોકલવામાં આવ્યો છે. જેનાથી તેની સચાઈની જાણ થશે.

Share: