રિલાયન્સ જિયો ૬૦૦ રૂપિયા મહિનામાં આપશે લેન્ડલાઇન, બ્રોડબેન્ડ અને ટીવીનો કોમ્બો

April 24, 2019
 786
રિલાયન્સ જિયો ૬૦૦ રૂપિયા મહિનામાં આપશે લેન્ડલાઇન, બ્રોડબેન્ડ અને ટીવીનો કોમ્બો

અનીલ અંબાણીએ જ્યારથી રિલાયન્સ જિયો ગીગાફાઈબરની જાહેરાત કરી છે ત્યારથી લઈને અત્યાર સુધી તેને લઈને ઘણા સમાચાર સામે આવતા રહ્યા છે. હવે તેને લઈને એક નવા સમાચાર આવી રહ્યા છે. લાઇવમિન્ટની એક રિપોર્ટના અનુસાર જિયો ગીગાફાઈબર ૬૦૦ રૂપિયા મહિનામાં યુઝર્સને બ્રોડબેન્ડ, લેન્ડલાઈન અને ટીવીની કોમ્બો સર્વિસ ઉપલબ્ધ કરાવશે. કંપની જિયો ગીગાફાઈબરની ઘણા સમયથી ટેસ્ટીંગ કરી રહી હતી અને હવે માનવામાં આવી રહ્યું છે કે, જલ્દી જ તેને કમર્શલ યુઝ માટે રોલ આઉટ કરી દેવામાં આવશે.

કંપની જિયો ગીગાફાઈબર દ્વ્રારા યુઝર્સને ટેલીફોન અને ટીવી સર્વિસ પણ ઉપલબ્ધ કરાવવાની છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ સેવાને આવનારા ત્રણ મહિનામાં લોન્ચ કરી દેવામાં આવશે. કમર્શલ લોન્ચ થયા બાદ જિયોની આ બ્રોડબેન્ડ, ટેલીફોન અને ટેલીવિઝન સેવા એક વર્ષ માટે ફરી હશે. તમને જણાવી દઈએ કે, આ સર્વિસની સાથે યુઝર્સને લેન્ડલાઇન માટે અનલીમીટેડ કોલિંગ આપવામાં આવશે તેની સાથે જ ટીવી ચેનલોને યુઝર્સ સુધી ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલીવિઝન દ્વ્રારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જિયો ગીગાફાઈબરની સર્વિસ અત્યારે મુંબઈ, દિલ્હી-એનસીઆર, અમદાવાદ, જામનગર, સુરત અને વડોદરામાં કેટલાક મનપસંદ યુઝર્સને આપવામાં આવી રહી છે અને જલ્દી જ તેને સંપૂર્ણ દેશભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સમયે રિલાયન્સ જિયો નવી દિલ્હી અને મુંબઈમાં પોતાના ગીગાફાઈબરની પાયલટ ટેસ્ટીંગ કરી રહી છે. ટેસ્ટીંગ દરમિયાન આ યુઝર્સને ફ્રીમાં ૧૦૦ જીબી ડેટા ૧૦૦ એમબીપીએસની સ્પીડથી ઉપલબ્ધ કરાવી રહી છે. તેમ છતાં, તેમાં યુઝર્સને રાઉટર માટે ૪૫૦૦ રૂપિયાની સિક્યોરીટી ડીપોઝીટ પણ લેવામાં આવી રહી છે.

Share: