જિયોએ માર્ચમાં 22.2 એમબીપીએસની સૌથી ઝડપી ડાઉનલોડ સ્પીડ નોંધાવી, અપલોડમાં વોડાફોન આગળ : ટ્રાઈ

April 25, 2019
 763
જિયોએ માર્ચમાં 22.2 એમબીપીએસની સૌથી ઝડપી ડાઉનલોડ સ્પીડ નોંધાવી, અપલોડમાં વોડાફોન આગળ : ટ્રાઈ

રિલાયન્સ જિયો માર્ચમાં સૌથી ઝડપી મોબાઇલ નેટવર્ક ઓપરેટ તરીકે ઉભરી આવી હતી. તેની ડાઉનલોડ સ્પીડ 22.2 મેગા બાઈટ પ્રતિ સેકન્ડ હતી, જ્યારે વોડાફોન અપલોડ સ્પીડમાં અગ્રણી હતુ, તેમ ટ્રાઈના આંકડા દર્શાવે છે. ભારતી એરટેલ ડાઉનલોડ સ્પીડમાં જિયો કરતાં 9.3 એમબીપીએસ સાથે ઘણી પાછળ હતી. જ્યારે વોડાફોન અને આઇડિયા સેલ્યુલરનો કારોબાર મર્જ થયા પછી પણ ટ્રાઈએ તેમના નેટવર્કના પર્ફોર્મન્સને અલગ રીતે માપ્યુ હતુ.

વોડાફોનનું નેટવર્ક પર્ફોર્મન્સ થોડું સુધરતા તેની સરેરાશ ડાઉનલોડ સ્પીડ ફેબ્રુઆરીના 6.7 એમબીપીએસથી વધીને માર્ચમાં 7 એમબીપીએસ થઈ હતી, જ્યારે આઇડિયાની સ્પીડ થોડી ઘટીને 5.6 એમબીપીએસ થઈ હતી. વોડાફોને જાન્યુઆરીમાં આઇડિયાને પાછળ છોડીને અપલોડ સ્પીડમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેણે 7 એમબીપીએસની અપલોડ સ્પીડ નોંધાવી છે. આઇડિયા તેના પછીના ક્રમે આવતા તેણે 5.5 એમબીપીએસની અપલોડ સ્પીડ નોંધાવી છે.

માર્ચના અંતે જિયોએ 4.6 એમબીપીએસની અને એરટેલે 3.6 એમબીપીએસની સ્પીડ નોંધાવી હતી. ડાઉનલોડ સ્પીડ યુઝર માટે કોઈપણ વિડીયો જોવા, ઇન્ટરનેટ પર બ્રાઉઝ કરવા, ઇ-મેઇલ જોવા ઘણી મહત્વની છે. જ્યારે અપલોડ સ્પીડની જરૂર જ્યારે યુઝર ઇમેજીસ, વિડીયો અને ઇ-મેઇલ કે સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ દ્વારા અન્ય ફાઇલો અપલોડ કરવા માંગે ત્યારે પડે છે.

ટ્રાઈ દ્વારા સરેરાશ સ્પીડની ગણતરી સમગ્ર ભારતમાં માયસ્પીડ એપ્લિકેશન દ્વારા રિયલ-ટાઇમ ધોરણે કરવામાં આવેલી મદદની મદદથી મેળવાતા આંકડાના આધારે કરવામાં આવે છે. એન્દ્રોઇડ પ્લે સ્ટોર મુજબ આ એપ્લિકેશનને દસ લાખ વખત કરતાં વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

Share: