આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સ ટકરાશે

April 25, 2019
 178
આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સ ટકરાશે

સતત પાંચ મેચ હારી ચુકેલી કોલકાતા નાઈટ રાઈડર્સ આજે આઈપીએલ ૨૦૧૯ માં રાજસ્થાન રોયલ્સ સામે જીત પ્રાપ્ત કરવાના ઈરાદાથી ઉતરશે. આન્દ્રે રસેલ પ્રદર્શનના આધારે એક સમયે કેકેઆર સતત જીત પ્રાપ્ત કરી રહી હતી પરંતુ પાંચ મેચમાં મળેલી હારથી ટીમ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. બીજી તરફ સ્ટીવન સ્મિથની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સ પણ પ્લેઓફની આશા જીવંત રાખવા માટે આ મેચ જીતવાનો પ્રયાસ કરશે.

કેકેઆર ૧૦ મેચમાં ૮ પોઈન્ટ સાથે છઠ્ઠા અને રાજસ્થાન રોયલ્સ આટલી જ મેચની સાથે ૬ પોઈન્ટ બનાવી સાતમાં સ્થાન પર છે. કેકેઆર માટે તેમના કેપ્ટનનું ફોર્મ ચિંતાનો વિષય છે. દિનેશ કાર્તિક આ મેચમાં શાનદાર ઇનિંગ રમી પોતાનું ફોર્મ પરત મેળવવાના ઈરાદાથી ઉતરશે. જયારે આન્દ્રે રસેલને વિશાળ સ્કોરના સમયે બેટિંગ ક્રમમાં નીચે મોકલવાથી પણ તેમના પર ટીમ સંયોજન સવાલ ઉઠાવી ચુક્યા છે.

રાજસ્થાન રોયલ્સને જોસ બટલરની ઉણપ જરૂર રહેશે જ્યારે બાળકના જન્મના કારણે સ્વદેશ પરત ફરી ચુક્યા છે. બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરની પણ આ આઈપીએલના આ સત્રની અંતિમ મેચ હશે. એશ્ટોન ટર્નર સતત અસફળ થઈ રહ્યા છે. કેપ્ટન સ્ટીવન સ્મિથ પણ અઠવાડિયાની અંદર ઓસ્ટ્રેલિયા પરત ફરશે, તેના કારણે ટીમનો પડકાર વધી ગયો છે. રહાણેએ છેલ્લી મેચમાં સદી ફટકારી હતી તેમ છતાં ટીમને દિલ્હી સામે હાર મળી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સ : દિનેશ કાર્તિક (કેપ્ટન), સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેઈથવેઈટ, જો ડેનલી, લોકી ફર્ગ્યુસન, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, હેરી ગર્નલે, કુલદીપ યાદવ, પિયુષ ચાવલા, નિતીશ રાણા, સંદીપ વોરિયર, કેસી કરિઅપ્પા, શુભમન ગિલ, શ્રીકાંત મુંડે, નિખિલ નાઇક, પૃથ્વી રાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

રાજસ્થાન રોયલ્સ : અજિંક્ય રહાણે, કૃષ્ણપ્પા ગૌતમ, સંજુ સેમ્સન, શ્રેયસ ગોપાલ, આર્યમાન બિડલા, એસ મિથુન, પ્રશાંત ચોપરા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ ત્રિપાઠી, બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), જોસ બટલર, જોફ્રા આર્ચર, ઇશ સોઢી, ધવલ કુલકર્ણી, એમપી લોમરોર, જયદેવ ઉનડકટ, વરુણ એરોન, ઓશેન થોમસ, શશાંક સિંહ, લિયેમ લિવિંગસ્ટોન, શુભમ રંજાને, મનન વોહરા, એશ્ટન ટર્નર, રિયાન પરાગ.

Share: