સત્તા ના જોરે હવે સુપ્રીમ કોર્ટ ના જજ ને ફસાવવા ની ચાલ??

April 25, 2019
 302
સત્તા ના જોરે હવે સુપ્રીમ કોર્ટ ના જજ ને ફસાવવા ની ચાલ??

રિઝર્વ બેંક. ન્યાય તંત્ર.સીબીઆઇ. CVC.cag. ચુંટણી પંચ. યુનિવર્સિટીઓ અને દેશ ની અન્ય સ્વાયત્ત સંસ્થાઓ માં દેશ મા ૨૦૧૪ પહેલા કોઈ પણ કેન્દ્ર સરકાર દ્વારા પોતાના તરફી ખેંચી લેવા કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરવા મા નથી આવ્યા દરેક સરકાર દ્વારા માત્ર સીબીઆઇ ને આગળ કરી ને પોતાની કહ્યાગરી કહીને વિપક્ષો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે સિવાય દેશ ની સેંકડો પોતાની રીતે કામ કરતી સંસ્થા ઓ એ પોતાના ઉચ્ચ માધ્યમ ના કામો કરી ને હઝારો વિચાર ધારા વાળા દેશ ને એક સૂત્ર મા બાંધી ને ઈમાનદારી થી કામ કરવા ના કારણે દેશ સરળતાથી ચાલી રહ્યો હતો.

પણ ૨૦૧૪ મા વડા પ્રધાન ની ખુરશી પર બેઠા પછી નરેન્દ્ર મોદીએ દેશ ની જનતા માટે કશું કામ કરવા નો વિચાર પણ નહિ કરવા નો સંકલ્પ લીધો હશે અને આ પાછલા 5 વર્ષ મા નરેન્દ્ર મોદી અમિત શાહ અને આરએસએસ દ્વારા એવું જ જોવા મળ્યું છે કે દેશ ની જે તે સ્વાયત્ત સંસ્થાઓમાં માત્ર અને માત્ર આરએસએસ અને ભાજપ ની વિચાર ધારા વાળા લોકો ને આ સંસ્થા ઓ મા ચાવી રૂપ જગ્યાઓ પર ગોઠવી દેવામાં આવ્યા છે જેમાં મારા માનવા મુજબ સમ ખાવા એક પણ વ્યક્તિ ને મળેલા હોદ્દા ને લાયક નથી અને તે લોકો એ દેશ ના અને સંસ્થા ઓ ના બંધારણ મુજબ કામ નહિ કરવા ના ઇરાદાથી દેશ ની ઈતર પ્રવુતિઓ ને ખોરવી નાખી છે તેના કારણે દેશ ની જનતા જોઈ રહી છે કે અમિત શાહ ને એક ફોજદારી કેસ મા નિર્દોશ છોડનાર જજ ને રાજ્યપાલ ના હોદ્દા પર નવાજવા મા આવ્યા છે આજે લોકસભા ચૂંટણી નો પ્રચાર ચાલે છે તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લે આમ આચાર સંહિતા નો ભંગ કરે છે અને તેમના વિરોધ મા વિપક્ષ ફરિયાદ કરે છે તો બીજી તરફ ચુંટણી પંચ દ્વારા તાત્કાલિક તેમને ક્લીન ચીટ મલી જાય છે.

આ ઓછું હોય તેમ 23 તારીખે માણાવદર મતદાન વિસ્તાર માં આવેલા 1 ગામમાં અસામાજિક તત્વો દ્વારા મતદારો ને ગાળો બોલી અને માર મારી ને મતદાન કરવા માટે રોકવા મા આવ્યા નો વિડિયો વાયરલ થયો છે તે પછી એ બુથ નું મતદાન ફરીવાર થવું જોઈએ તેની જગ્યાએ ચુંટણી અધિકારી મૂંગા રહ્યા છે. દેશ મા સરકાર ની સામે સાચા મુદ્દે અવાજ ઉઠાવવા વાળા વિધાર્થી ઓ ને ખોટા રાજ દ્રોહ જેવા કેસો કરી ને ફસાવી ને તેમની કેરિયર અને પૂરું જીવન બગાડવા મા આવે છે. હવે સુપ્રીમ કોર્ટ ના જજો ને ડરાવવા માટે ખોટા કેસો કરી ને મુખ્ય જજ ને ફસાવવા માટે નો કારસો રચાયો હોવાની વાતો બહાર આવી છે કારણ કે હાલ મા સુપ્રીમ કોર્ટ દ્વારા રફાલ વિમાન ખરીદી મુદ્દે નવે સર થી અમુક તપાસ કરવા માટે આદેશ આપવા બદલ નરેન્દ્ર મોદી લાલઘૂમ થયા છે તે વાત જાહેર થઈ છે. તેથી એક મહિલા દ્વારા સી જે આઈ પર ખોટો કેસ દાખલ થયો હોવાના પુરાવા એક વકીલ દ્વારા આપવામાં આવ્યા છે. આ વાત સાંભળ્યા બાદ પૂરા દેશ મા સત્તાધારી પક્ષ પર દેશ ના નાગરિકો ગુસ્સે થયા છે.

Share: