લોકો ભાજપનો નવો અર્થ નીકાળી રહ્યા છે ભાગતી જનતા પાર્ટી : અખિલેશ યાદવ

April 25, 2019
 614
લોકો ભાજપનો નવો અર્થ નીકાળી રહ્યા છે ભાગતી જનતા પાર્ટી :  અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરીને પીએમ મોદી પરપ્રહાર કર્યો છે. જેમાં તેમણે પૂછ્યું જે કે વિકાસ પૂછી રહ્યો છે. તમે કઈ નવું સાંભળ્યું, સાંભળીયુ છે કે લોકો ભાજપનો નવો અર્થ નીકાળી રહી છે. જેનો અર્થ છે ભાગતી જનતા પાર્ટી કારણ કે પ્રધાનજી પ્રેસ કોન્ફરસનથી ભાગી રહ્યા છે. તેમના નેતા પત્રકારોના સવાલોથી ભાગી રહ્યા છે. તેમજ તેમના કાર્યકરો ૧૫ લાખ અને રોજગાર માંગતી જનતાને જોઈને ભાગે છે.

આ ઉપરાંત અખિલેશ યાદવે ગઈકાલે ટ્વિટ કરીને લખ્યું છે કે સમગ્ર ભારતમાં ઈવીએમમાં ખામી છે કે ભાજપ માટે મતદાન થઈ રહ્યું છે. જે અંગે ડીએમનું કહેવું છે કે મતદાન અધિકારીઓને ઈવીએમના ઓપરેશનની ટ્રેનિંગ નથી મળી. 350થી વધુ ઈવીએમને બદલવામાં આવી ચૂક્યા છે. આ ગુનાહિત બેદરકારી છે. શું આપણે ડીએમ પર વિશ્વાસ રાખવો જોઈએ, કંઈક આનાથી વધુ ભયાનક છે.

અખિલેશ યાદવ આ પૂર્વે ના બે તબક્કામાં પણ ઈવીએમ પર સવાલ ઉઠાવી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે લોકો ટેક્નોલોજી પર વિશ્વાસ નથી કરી શકતા. આ વિશે ચૂંટણી પંચે અને સરકારને ભરોસો દર્શાવવો જોઈએ. સપા, બસપા સહિત અનેક પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી પોતાનો પક્ષ રજૂ કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણટ્વીટ કરીને કહ્યું કે ' વિકાસ પૂછી રહ્યો છે કે ખાતરની થેલીની ચોરી રોકવા માટે કોઈ ચોકીદાર છે કે નહીં..

તેમજ આ જ ટ્વીટને આગળ વધારતા બીજી ટ્વીટમાં અખિલેશ યાદવે કહ્યું કે વિકાસ પૂછી રહ્યો છે કે બેંકોના લોકોના નાણા જે ચોરીથી કાપવામાં આવે છે તેને બચાવવા માટે કોઈ ચોકીદાર છે. તેમજ આ જ ટ્વીટને આગળ વધારતા ત્રીજી ટ્વીટમાં અખિલેશ યાદવે કહ્યું કે વિકાસ પૂછી રહ્યો છે કે મંત્રાલયથી રાફેલની ફાઈલ ચોરી થઈ તેના લાપરવાહ જવાબદારને સજા મળી

તો બીજી તરફ બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ જણાવ્યું હતું કે ગત લોકસભા ચુંટણીમા ચાયવાલા અને હવે આ ચુંટણીમાં ચોકીદાર .દેશ વાસ્તવમાં બદલાઈ રહ્યો છે. તેની બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ચોકીદાર મુદે સરકારની ટીકા કરી હતી.

માયાવતીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ' સાદુ જીવન ઉચ્ચ વિચારની વિપરીત શાહી અંદાજમાં જીવનારા આ વ્યકિતને ગત લોકસભા ચુંટણીમાં વોટની માટે પોતાને ચાયવાલાની વાત લોકો સુધી પહોંચાડી હતી. તેમજ હવે આ ચુંટણીમાં વોટ માટે તામજામ અને શાનની સાથે પોતાની જાતને ચોકીદાર સાબિત કરવા માંગે છે. દેશ વાસ્તવમાં બદલાઈ રહ્યો છે.

Share: