શ્રી લંકામાં ફરી એક બ્લાસ્ટ, પુગોડા શહેરની મેજીસ્ટ્રેટ કોર્ટ પરિસરમાં ધમાકો

April 25, 2019
 657
શ્રી લંકામાં ફરી એક બ્લાસ્ટ, પુગોડા શહેરની  મેજીસ્ટ્રેટ કોર્ટ પરિસરમાં ધમાકો

શ્રીલંકામા એક પછી એક બ્લાસ્ટની ઘટના સામે આવી રહી છે. જેમાં આજે શ્રીલંકાની રાજધાની કોલંબોથી ૪૦ કિલોમીટર દુર પુગોડા શહેરમાં એક ધમાકો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ધમાકો મેજીસ્ટ્રેટ કોર્ટની પાછળના ભાગમાં ખાલી જગ્યાએ થયો છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ પૂર્વે રવિવારે ઈસ્ટરના દિવસે થયેલા સીરીયલ બ્લાસ્ટમાં ૩૫૯ લોકો માર્યા ગયા છે. જયારે ૫૦૦ થી વધારે લોકો ઘાયલ છે.જયારે પોલીસે અત્યાર સુધી ૬૦ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. હુમલા બાદ દેશમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

શ્રીલંકામા બ્લાસ્ટના ૫૬ કલા બાદ આતંકી સંગઠન આઈએસે તેની જવાબદારી લીધી હતી. તેમજ તબક્કાવાર આ બ્લાસ્ટના વિડીયો પર જાહેર કર્યા હતા. જેમાં હુમલાખોર ન્યૂઝીલેન્ડની બે મસ્જીદમાં થયેલા હુમલાનો બદલો લેવાની કસમ ખાઈ રહ્યા છે. વિડીયોમાં તમામ હુમલાખોર આઈએસના ડ્રેસમાં જોવા મળી રહ્યા છે.

આઈએસ દ્વારા હુમલાની જવાબદારી લીધા પૂર્વે શ્રી લંકાના રક્ષા મંત્રીએ કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ હુમલાનો બદલો લેવા માટે શ્રી લંકાના ચર્ચ અને હોટલમાં હુમલો કરવામાં આવ્યો છે. સ્થાનિક સંગઠન તૌહીદ જમાતે તેની જવાબદારી લીધી હતી. આ પૂર્વે ન્યૂઝીલેન્ડમાં ૧૫ માર્ચના રોજ બે મસ્જીદોમાં હુમલાખોરે ગોળીબારી કરીને ૫૦ લોકોની હત્યા કરી હતી.

Share: