મહાભારતમાં  જે હાલ કૌરવોના થયા, રાજનીતિના તે જ દુર્દશા મોદી અને શાહની થશે  : સીતારામ યેચુરી

April 26, 2019
 674
મહાભારતમાં  જે હાલ કૌરવોના થયા, રાજનીતિના તે જ દુર્દશા મોદી અને શાહની થશે  : સીતારામ યેચુરી

દેશમાં લોકસભા ચુંટણીના ચોથા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો હાલ દેશમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. જેમાં પશ્ચિમ બંગાળમાં સીતારામ યેચીરીએ પીએમ મોદી અને અમિત શાહની તુલના દુર્યોધન અને દુશાસન સાથે કરી હતી. તેમણે કહ્યું કે મહાભારતમાં જે હાલ કૌરવોના થયા હતા તેજ દશા રાજનીતિના મહાભારતમાં મોદી અને શાહની થશે.

સીતારામ યેચુરીએ કહ્યું કે કૌરવોમાંથી તમને બે ભાઈઓના નામ યાદ છે. દુર્યોધન અને દુશાસન. દુનિયાની આટલી મોટી પાર્ટી તમને કેટલા લોકોના નામ યાદ છે. મોદી - અમિત શાહ. મહાભારતમાં જે હાલત કૌરવોની થઈ હતી. તે જ હાલત રાજકીય મહાભારતમાં તેમની થવાની છે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે, સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ પીએમ મોદી અને તેમની સરકારને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે મોદી સરકાર બીજી વાર સત્તામાં આવશે તો બંધારણીય સંસ્થાઓ બરબાદ થઈ જશે. કેરલ સમરક્ષના યાત્રાને સંબોધિત કરતા યેચુરીએ કહ્યું કે નરેન્દ્ર મોદીની સત્તાવાપસી બંધારણીય સમાપ્તિની દસ્તક હશે. આ સંસ્થાઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. યેચુરીએ કહ્યું કે સમાજમાં સતત વધી રહેલી અમીર ગરીબ વચ્ચેની ખાઈ સમાપ્ત કરવી મુશ્કેલ બની રહી છે.

કેરલના તિરુઅનંતપુરમમાં લેફ્ટ ડેમોક્રેટીક ફ્રન્ટ માર્ચની શરૂઆત કરતા યેચુરીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં થયેલી લેફ્ટની રેલીમાં ઉમટેલી ભીડ દર્શાવે છે કે લોકોનું આપણને સમર્થન છે. યેચુરીએ બીજા પક્ષો સાથે જોડાણને લઈને આ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મોદી સરકારને સત્તામાંથી દુર કરવી એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. મોદી સરકારને સત્તામાંથી દુર કરવા માટે અને કડક પગલાં લઈશું.

આ ઉપરાંત પીએમ મોદી પર હાલમાં જ પક્ષ છોડીને કોંગ્રેસના સામલે થયેલા દલિત નેતા ઉદિત રાજે પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે વારાણસીની તમામ હોટલ, ગેસ્ટ હાઉસ, તંબુ લાગેલા છે તેમા આવેલા તમામ લોકો પીએમ મોદીના રોડ શો સામેલ થયા છે. આટલા ખર્ચથી એક યુનીવર્સીટી પણ બની શકે છે.

Share: