બીઅસએનએલનો ધમાકો, આ ૭ પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

December 08, 2018
 402
બીઅસએનએલનો ધમાકો, આ ૭ પ્લાન્સમાં કર્યો મોટો ફેરફાર

ટેલિકોમ માર્કેટમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કંપનીએ પોતાના ૭ બ્રોડબેન્ડ પ્લાન્સનિ રિવાઈઝ કરી દીધો છે. જેમાં યુઝર્સને ૬૭૫ રૂપિયા, ૮૪૫ રૂપિયા, ૯૯૯ રૂપિયા, ૧૧૯૯ રૂપિયા, ૧૪૯૫ રૂપિયા, ૧૭૪૫ રૂપિયા અને ૨૨૯૫ રૂપિયા વાળા પ્લાન્સ પર ૬ ઘણો વધુ ડેટા મળશે. જયારે આ બધા પ્લાન્સને કંપનીએ પોતાના બધા સર્કલ્સમાં રિવાઈઝ કર્યો છે. 

૬૭૫ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને દરરોજ ૫ જીબી ડેટા મળી રહ્યો છે. તેમાં ડેટા સ્પીડ ૧૦ એમબીપીએસ હશે. આ આધારે પ્લાનમાં કુલ ડેટા ૧૫૦ જીબી મળે છે. પહેલા આ પ્લાનમાં માત્ર ૩૫ જીબી ડેટા મળતો હતો. જયારે ડેટા સિવાય પ્લાનમાં અનલીમીટેડ કોલિંગ સુવિધા પણ મળે છે.

૮૪૫ રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહક દરરોજ ૧૦ જીબી ડેટાનો લાભ લઇ શકે છે. તેમાં પણ સ્પીડ ૧૦ એમબીપીએસની રહેશે. પહેલા આ પ્લાનમાં ૫૦ જીબી ડેટા આપવામાં આવતો હતો જોકે હવે ૩૦૦ જીબી થઈ ગયો છે. તેમાં પણ યુઝર્સ ફરી કોલિંગ સુવિધાનો લાભ લઇ શકે છે.

કંપનીના ૯૯૯ રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ ૧૫ જીબી (મહિનાનું ૪૫૦ જીબી) અને ૧૧૯૯ રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને દરરોજ ૨૦ જીબી (૬૦૦ જીબી / મહિના) ડેટા મળશે. જ્યારી ૧૪૯૫ વાળા પ્લાનમાં પહેલા ગ્રાહકોને ૧૪૦ જીબી ડેટા મળતો હતો અને હવે ૭૫૦ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.

સૌથી ખર્ચાળ પ્લાન ૨૨૯૫ રૂપિયામાં ૨૪ એમબીપીએસની સ્પીડથી ૩૫ જીબી ડેટા દરરોજ મળે છે. પહેલા આ પ્લાનમાં પુરા મહિના માટે કુલ ૨૦૦ જીબી ડેટા મળતો હતો. હવે તેની કિંમત યુઝર્સ ૧૦૫૦ જીબી ડેટાનો આનંદ લઇ શકશે.

કંપનીએ પોતાના ૧૭૪૫ રૂપિયા વાળા પ્લાનને પણ રિવાઈઝ કર્યો છે. તેમાં ગ્રાહક ૧૬ એમબીપીએસની સ્પીડથી દરરોજ ૩૦ જીબી ડેટા પ્રાપ્ત કરી શકશે. પહેલા તેમાં ૧૪૦ જીબી ડેટા મળતો હતો, જે હવે વધીને ૯૦૦ જીબી થઈ ગયો છે.

Share: