ટીકટોકથી દુર કરવામાં આવ્યો પ્રતિબંધ, પરંતુ હજુ પણ ડાઉનલોડિંગ માટે ઉપલબ્ધ નથી

April 28, 2019
 1246
ટીકટોકથી દુર કરવામાં આવ્યો પ્રતિબંધ, પરંતુ હજુ પણ ડાઉનલોડિંગ માટે ઉપલબ્ધ નથી

નાના મ્યુઝીક વિડીયોઝ બનાવનારી એપ ટીકટોકથી પ્રતિબંધ હટાવ્યા બાદ હજુ પણ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. આ એપ પર લગભગ ૧ અઠવાડિયા સુધી પ્રતિબંધિત લગાવ્યા બાદ આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો, પરંતુ હજુ પણ આ એપને ઓફીશીયલ સ્ટોરથી ડાઉનલોડ કરી શકતા નથી અને તેના માટે તમારે થર્ડ પાર્ટી વેબસાઈટનો સહારો લેવો પડશે.

ટીકટીકોએ માની કોર્ટની શરત

ટીકટોક એપથી મદ્રાસ હાઈ કોર્ટે પ્રતિબંધ દુર કરી દીધો છે પરંતુ તેના માટે એક શરત રાખવામાં આવી છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, આ પ્લેટફોર્મ પર એવા કોન્ટેન્ટ અપલોડ થવા જોઈએ નહી જે પોર્નગ્રાફીથી જોડાયેલ હોય અને જો એવું થશે તો ૩૬ કલાકની અંદર કંપનીએ એક્શન લેવી પડશે. જો એપ એવું કરશે નહીં તો કન્ટેમ્પટ ઑફ કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ટીકટોકે પોતાની દલીલમાં જણાવ્યું છે કે, તેમની પાસે એવી ટેકનોલોજી ઉપલબ્ધ છે જે ખાતરી આપે છે કે, કોઈ ન્યુડ અથવા આપત્તિજનક કન્ટેન્ટ આ એપ પર અપલોડ કરવામાં આવશે નહીં. કંપનીએ જણાવ્યું છે કે, ૬૦ લાખથી વધુ વિડિયોઝને એટલા માટે દુર કરવામાં આવ્યા છે કે, કેમકે તે કંપનીની પોલીસી અને નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.

Share: