એરટેલે પ્રસ્તુત કર્યા બે નવા સસ્તા પ્રીપેડ પ્લાન્સ

April 29, 2019
 742
એરટેલે પ્રસ્તુત કર્યા બે નવા સસ્તા પ્રીપેડ પ્લાન્સ

ભારતીય ટેલીકોમ નિર્માતા કંપની એરટેલે પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે બે નવા ડેટા પ્લાન્સ પ્રસ્તુત કર્યા છે. તેમાંથી એક પ્લાનને ૪૮ રૂપિયાની કિંમતમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે જ્યારે બીજો પ્લાન ૯૮ રૂપિયાનો છે. કંપનીએ તેમ છતાં આ પ્લાન્સ પોતાની ઓફીશીયલ વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવ્યા નથી પરંતુ થર્ડ પાર્ટી એપ્સ દ્વ્રારા તેને એક્ટીવેટ કરાવી શકે છે.

એરટેલ ૪૮ રૂપિયાના પ્લાનમાં ૩ જીબી ડેટાની સાથે ૨૮ દિવસની વેલીડીટી આપવામાં આવી રહી છે. જયારે ૯૮ રૂપિયાવાળા પ્લાનમાં ૬ જીબી ડેટા સાથે ૨૮ દિવસની વેલીડીટી ઓફર કરી રહી છે. તેના સિવાય આ પેકમાં ૧૦ એસએમએસ પણ દરરોજ મળશે. તેના સિવાય ૨૯ રૂપિયાના રિચાર્જમાં ગ્રાહકોને ૫૨૦ એમબી ડેટા મળે છે.

ઉલ્લેખનીય છે કે, એરટેલે ૨૨૯ રૂપિયા વાળા ફર્સ્ટ રીચાર્જ પ્લાનના વિકલ્પ તરીકે પોતાનો નવો ૨૪૮ રૂપિયા વાળો પ્લાન ઉતાર્યો છે. નવા પ્લાનમાં દરરોજ ૧.૪ જીબી ૪ જી ડેટા, અનલીમીટેડ લોકલ, એસટીડી અને રોમિંગ વોઈસ કોલિંગ અને ૧૦૦ એસએમએસ દરરોજ આપવામાં આવશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે.

Share: