વોડાફોનનો નવો પ્રીપેડ પ્લાન આપશે ફ્રી કોલિંગ સાથે ૫ જીબી ડેટા

April 30, 2019
 749
વોડાફોનનો નવો પ્રીપેડ પ્લાન આપશે ફ્રી કોલિંગ સાથે ૫ જીબી ડેટા

વોડાફોને પોતાના ગ્રાહકો માટે નવો એન્ટ્રી-લેવલ પ્રીપેડ પ્લાન લોન્ચ કરી દીધો છે. આ ૧૩૯ રૂપિયા વાળા પ્લાનએ ખાસ તરીકે તે યુઝર્સને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે જે દરમહિને ફોન રિચાર્જ કરાવે છે. આ પેકમાં યુઝર્સને ડેટા અને કોલિંગ બંનેનો ફાયદો મળશે. તેમાં યુઝર્સને ૫ જીબી ડેટા અને અનલીમીટેડ કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની રહેશે.

અન્ય પ્રીપેડ પ્લાન પણ કરાવવામાં આવ્યા ઉપલબ્ધ

આ નવા પેક સિવાય વોડાફોન પાસે આ રેન્જમાં અન્ય પ્રીપેડ પ્લાન પણ રહેલા છે. વોડાફોને ૧૧૯ રૂપિયા, ૧૨૯ રૂપિયા અને ૧૩૯ રૂપિયા વાળા પ્લાન પહેલાથી જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.તેમાં ૧૧૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને ૧ જીબી ડેટા મળશે. તેની વેલીડીટી ૨૮ દિવસની રહેશે. તેના સિવાય ૧૨૯ રૂપિયા વાળા પ્લાનમાં અનલીમીટેડ કોલિંગ સાથે ૧.૫ જીબી ડેટા મળશે. જયારે વાત કરવામાં આવે ૧૩૯ રૂપિયા વાળા પ્લાનની તો તેને કેટલાક મનપસંદ સર્કલ્સમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ પ્લાનમાં કોઈ પણ નબર પર અનલીમીટેડ વોઈસ કોલિંગ અને ૫જીબી ૨જી/૩જી/૪જી ડેટા મળે છે.

ઉલ્લેખનીય છે કે, વોડાફોને તાજેતરમાં ૧૬ રૂપિયાનો પ્લાન પ્રસ્તુત કર્યો હતો જેનું નામ કંપનીએ ‘ફિલ્મી રિચાર્જ’ રાખ્યું હતું. તેમાં કોલિંગ અને એસએમએસના ફાયદા તો ગ્રાહકોએ મળશે નહી, પરંતુ ગ્રાહકોને તેમાં એક દિવસ માટે ૧જીબી ૨જી/૩જી/૪જી ડેટા જરૂર આપવામાં આવશે.

વોડાફોન અને આઈડિયાના મર્જર બાદ વોડાફોન પહેલાથી વધુ આકમક પ્લાન્સ ઉતારી રહ્યું છે. જેમ કે નામથી જ તમની સમજી ચુક્યા હશો કે, કંપનીએ પોતાના આ પ્લાનને ૧ દિવસની વેલીડીટી સાથે ડેટા પેક તરીકે ઉતાર્યો છે. આ પ્લાનની મદદથી ગ્રાહક પોતાના સ્માર્ટફોન પર મુવીનો આનંદ લઇ શકે છે. આ પ્લાનનું રિચાર્જ વોડાફોનના બીજા પ્લાન્સ સાથે કરાવી શકે છે.

Share: