બીએસએનએલે આ બ્રોડબેન્ડ પ્લાન્સમાં કર્યા ફેરફાર

May 01, 2019
 792
બીએસએનએલે આ બ્રોડબેન્ડ પ્લાન્સમાં કર્યા ફેરફાર

બીએસએનએલે પોતાના એફટીટીએચ બ્રોડબેન્ડ પ્લાન્સ પર એફયુપી લીમીટ લગાવી દીધી જેને ગ્રાહકો દ્વ્રારા પસંદ કરવામાં આવી નહોતી. કંપની ૭૭૭ અને ૧૨૭૭ રૂપિયાના એન્ટ્રી લેવલ પ્લાન્સ પર ડેલી ડેટા લીમીટ ઓફર કરી રહી હતી જેનાથી યુઝર્સ નિરાશ હતા. આ વાત પર ધ્યાન આપતા હવે કંપનીએ આ પ્લાન્સને રીવાઇઝ કરી દીધો છે અને તેના પર ડેલી લીમીટને દુર કરી દીધી છે.

બંને પ્લાન્સ માટે કરવામાં આવેલ ફેરફાર

બીએસએનએલે ફ્રેબુઆરીમાં ૭૭૭ રૂપિયા વાળા પ્લાનને રીવાઈઝ કરી ૧૮ જીબી ડેટા પ્લાનમાં ફેરવી દીધો હતો. તેમાં ગ્રાહકોને ૫૦ એમબીપીએસની સ્પીડથી ૧૮ જીબી ડેટા ઉપયોગ કરવા મળતો હતો. હવે આ પ્લાનને બદલી ૫૦૦ જીબી પ્લાન બનાવી દીધો છે. જયારે બીજી તરફ બીએસએનએલે ૧૨૭૭ રૂપિયા વાળા પ્લાનમાં પણ ફેરફાર કરી દીધો છે.

પહેલા ૧૨૭૭ રૂપિયા વાળા આ પ્લાનમાં યુઝર્સને પ્રતિદિવસ ૨૫ જીબી ડેટા આપવામાં આવતો હતો. ફેરફાર બાદ તેમાં યુઝર્સને બિલિંગ સાઈકલ પર કુલ ૭૫૦ જીબી ડેટા મળશે. લીમીટ સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ૨ એમબીપીએસની હશે.

Share: