અમેરિકામાં કરવામાં આવ્યું ૫જી નેટવર્કનું ટેસ્ટીંગ

May 03, 2019
 738
અમેરિકામાં કરવામાં આવ્યું ૫જી નેટવર્કનું ટેસ્ટીંગ

અમેરિકન ટેલિકમ્યુનિકેશન નેટવર્ક નિર્માતા કંપની એટી એન્ડ ટી દ્વ્રારા ૫જી નેટવર્કની સફળતાપુર્વક ટેસ્ટિંગ કરવામાં આવી છે અને આ દરમિયાન ૨જીબીપીએસની ઈન્ટરનેટ સ્પીડ પ્રાપ્ત થઈ છે. તમને જણાવી દઈએ કે, એટલાન્ટામાં કરવામાં આવેલ આ ટેસ્ટીંગ દરમિયાન Netgear કંપની દ્વ્રારા તૈયાર કરવામાં આવેલ મોબાઈલ રાઉટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેસ્ટ દરમિયાન આશાના મુજબ પરિણામ પ્રાપ્ત થયું છે.

૧૦ સેકેન્ડમાં ડાઉનલોડ કરી શકાશે બે કલાકની એચડી મુવી

એટી એન્ડ ટીએ દાવો કર્યો છે કે, યુઝર્સ બે કલાકની એચડી મૂવીને માત્ર ૧૦ સેકેન્ડ્સમાં ડાઉનલોડ કરી શકશે, ટેસ્ટીંગ દરમિયાન શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે એવામાં કહી શકાઈ છે કે, ઘણા કલાકોના સમયમાં કરવામાં આવેલ કાર્યોને ૫જી નેટવર્ક દ્વ્રારા થોડી મીનીટોમાં કરી શકાશે.

આ અગાઉ Verizon એ કરી હતી ટેસ્ટિંગ

તમને જણાવી દઈએ કે, આ અગાઉ અમેરિકી ટેલીકોમ કંપની Verizon દ્વ્રારા પણ ટેસ્ટીંગ કરવામાં આવી છે, પરંતુ તેનું ટેસ્ટીંગ ઇન્ડોર કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન સિગ્નલ ઝડપથી ડાઉન થઈ ગયા હતા.

Share: