એરટેલના આ નવા પ્રીપેડ પ્લાનમાં ૪૮ દિવસની વેલીડીટી સાથે મળશે આ ફાયદા

December 10, 2018
 536
એરટેલના આ નવા પ્રીપેડ પ્લાનમાં ૪૮ દિવસની વેલીડીટી સાથે મળશે આ ફાયદા

ટેલિકોમ માર્કેટમાં યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે ૨૮૯ રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન પ્રસ્તુત કર્યો છે. એરટેલના આ નવ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ ઓપ્શન (લોકલ, એસટીડી અને રોમિંગ) ૪૮ દિવસની વેલીડીટી માટે મળશે. જ્યારે આ પ્લાન ઓપન માર્કેટ માટે છે. તમને જણાવી દઈએ કે, આ પ્લાનની સાથે કંપની વોડાફોન અને આઈડિયાના પ્લાનને ટક્કર આપવાના પ્રયત્નમાં છે.

પ્લાન ડીટેલ્સ

આ પ્લાનની કંપનીએ તે યુઝર્સને ધ્યાનમાં રાખતા પ્રસ્તુત કર્યો છે, જેને વધુ ડેટાની જરૂરત હોતી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્લાનમાં વોઈસ કોલિંગની કોઈ લીમીટ સેટ કરવામાં આવી નથી. તેના સિવાય યુઝર્સને ૧ જીબી મોબાઈલ ડેટા, ૧૦૦ એસએમએસ પ્રતિદિવસનો લાભ મળશે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં એરટેલે ૨૩ રૂપિયાનો એક નવો પ્લાન જાહેરા કર્યો હા,તો. એરટેલના આ પ્લાન સ્માર્ટ રિચાર્જ પ્લાન્સનો એક પાર્ટ છે. એરટેલના ૨૩ રૂપિયાના પ્લાનમાં યુઝર્સનિ ૨૮ દિવસની વેલીડીટી મળશે. એટલે કે એક વખત ૨૩ રૂપિયાના સ્માર્ટ રિચાર્જ કરાવ્યા બાદ યુઝર્સ સંપૂર્ણ મહિનો ફ્રી ઇનકમિંગ અને આઉટગોઇંગનો લાભ ઉઠાવી શકે છે. એવામાં જોવાનું રસપ્રદ હશે કે, આ નવા પ્લાનને યુઝર્સથી કેવી પ્રતિક્રિયા મળશે. 

Share: