એરટેલે આપી રહી છે ૨૯૯ રૂપિયામાં એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ

May 06, 2019
 818
એરટેલે આપી રહી છે ૨૯૯ રૂપિયામાં એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ

એરટેલે પોતાના સબ્સક્રાઈબર્સને વધુ ફાયદો પહોંચાડવા માટે એરટેલ થેન્ક્સ કેમ્પેનને ફરીથી લોન્ચ કર્યો છે. તેના સિવાય કંપનીએ નવો ૨૯૯ રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન પણ લોન્ચ કર્યો છે. તેમાં એરટેલ સબ્સક્રાઈબર્સને દરરોજ ઉપયોગ માટે ૨.૫ જીબી ડેટા, અનલીમીટેડ કોલ અને એમઝોન પ્રાઈમ મેમ્બરશિપ મળશે. નવા #AirtelThanks પ્રોગ્રામને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે – સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ. તમને કેટલો ફાયદો મળશે, આ ટિયર પર નિર્ભર રહેશે. એરટેલે પોતાના સબ્સક્રાઈબર્સને ફાયદો પહોંચાડવા માટે Amazon Prime, Netflix અને Zee5 ની સાથે ભાગીદારી કરી છે.

સૌથી પ્રથમ વાત ૨૯૯ રૂપિયા વાળા એરટેલ પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો તેની વેલીડીટી ૨૮ દિવસની છે અને તેમાં સબ્સક્રાઈબર્સને એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ આપવામાં આવશે. તેના સિવાય એરટેલ યુઝર્સ દરરોજ ૨.૫ જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે. અનલીમીટેડ કોલની સુવિધા હશે. દરરોજ ૧૦૦ એસએમએસ ફ્રી મોકલી શકશે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ માત્ર ૨૮ દિવસ માટે મળશે. વેલીડીટી સમાપ્ત થવા પર આ સુવિધા બંધ થઈ જશે. મેમ્બરશીપમાં યુઝર્સને પ્રાઈમ વિડીયો, પ્રાઈમ મ્યુઝીક અને પ્રાઈમ રીડિંગનો એક્સેસ મળશે અને એમેઝોન ઇન્ડિયાથી ફ્રી શિપિંગની સુવિધા હશે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપને એરટેલ થેન્ક્સ એપ દ્વ્રારા એક્ટીવેટ કરવો પડશે.

જયારે નવા એરટેલ થેન્ક્સ પ્રોગ્રામની વાત કરીએ તો પ્લેટિનમ સૌથી મોંઘુ પેકેજ છે. તેમાં યુઝર્સને એરટેલથી વીઆઈપી સર્વિસ મળશે. તેમને પ્રીમીયમ કન્ટેન્ટ, ઈબુક્સ, ડીવાઈસ પ્રોટેકશન અને એક્સક્લુસિવ ઇનવાઈટ મળશે. બીજી તરફ, સિલ્વર ટીયર વાળા ગ્રાહકોને એરટેલ ટીવી અને Wynk જેવા બેઝીક કન્ટેન્ટને એક્સેસ મળશે. ગોલ્ડ ગ્રાહકોને ટેલીકોમ બેનિફીટ્સ મળશે. તેમને પ્રીમીયમ કન્ટેન્ટ અને ફાયનાન્સિયલ સેવાઓનો વેલ્યુ ઍક્સેસ મળશે. એરટેલે પોતાના એપનું નામ બદલી એરટેલ થેન્ક્સ કરી દીધું છે.

૨૯૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાન એરટેલ રિચાર્જ પેજ વેચનાર બધા ર્ફીટેલ સ્ટોર્સ, બધા એરટેલ સ્ટોર્સ અને એરટેલ બધા ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તેના સિવાય તે રીચાર્જ પેક એમેઝોન ઇન્ડિયા અને એમેઝોન પે પર પણ લાઈવ છે.

Share: