બીએસએનએલે પોતાના આ ખાસ પ્લાનની વધારી ડેડલાઈન

May 07, 2019
 455
બીએસએનએલે પોતાના આ ખાસ પ્લાનની વધારી ડેડલાઈન

બીએસએનએલ પોતાના ગ્રાહકો માટે ૨૫ ટકા કેશબેક ઓફરની ડેડલાઈનને ત્રીજી વખત વધારી દીધી છે. આ ઓફર ૩૧ માર્ચના સમાપ્ત થવાની હતી પરંતુ યુઝર્સની ડીમાન્ડ જોતા બીએસએનએલે તેની ડેડલાઈન વધારીને ૩૧ મે ૨૦૧૯ સુધી કરી દીધી છે. આ પ્લાનની વેલીડીટી વધારવાની જાણકારી બીએસએનએલે પોતાના ટ્વીટર હેન્ડલ દ્વ્રારા આપી દીધી છે. આ કેશબેક ઓફર બીએસએનએલના વર્તમાન અને નવા લેન્ડલાઇન, બ્રોડબેન્ડ અને ભારત ફાઈબર ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.

તમને જણાવી દઈએ કે, બીએસએનએલે આ ઓફરની જાહેરાત કરી હતી. ઓફરને મળેલ યુઝર્સ દ્વ્રારા શાનદાર રિસ્પોન્સના કારણે બીએસએનએલે તેની ડેડલાઈનને ત્રણ વખત વધારી દીધી છે. ૨૫ ટકા કેશબેક ઓફર યુઝર્સના એકાઉન્ટમાં એનુઅલ પ્લાનની ચુકવણી કર્યા બાદ ક્રેડીટ કરવામાં આવશે. ક્રેડીટ થયેલ કેશબેકનો ઉપયોગ યુઝર્સ બીએસએનએલની બીજી સેવાઓ અને બીલ પેમેન્ટ માટે કરી શકે છે.

આવી રીતે ઉઠાવી શકો છો ફાયદો

બીએસએનએલ બ્રોડબેન્ડ કનેક્શન પર સૌથી પહેલા લોગ-ઇન કરો. સ્કીમને સિલેક્ટ કરી એગ્રી બટન પર કિલક કરો. ત્યાર બાદ સ્ક્રીન પર એક નવો વિડીયો ખુલશે. તમારે અહીં કેપ્ચાની સાથે સર્વિસ આઈડી એન્ટર કરવું પડશે. ત્યાર બાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મળશે. ઓટીપી એન્ટર કર્યા બાદ વેલીડેટ પર પ્રેસ કરી દો. વર્તમાન પ્લાન અને પ્રપોજડ પ્લાનની ડીટેલ વેરીફાઈ કરી દો. ૨૫ ટકા વાળા કેશબેક પ્લાન લેવા માંગો છો તો તેને સિલેક્ટ કરી ‘સબમિટ પર ક્લિક કરી દો.

Share: