ઉનાળામાં બનાવીને ખાઓ ઠંડો કોફી આઈસ્ક્રીમ

May 08, 2019
 641
ઉનાળામાં બનાવીને ખાઓ ઠંડો કોફી આઈસ્ક્રીમ

જો તમે પણ આઈસ્ક્રીમ ખાવાના શોખીન છો તો આજે અમે તમને કોફી આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી જણાવીશું. આને બનાવવામાં વધારે સમય પણ નહિ લાગે અને બધાને ખુબ જ પસંદ આવશે. તો ચાલો જાણીએ કોફી આઈસ્ક્રીમ બનાવવાની રીત.

સામગ્રી:

કોફી પાવડર: ૨ ચમચી

ખાંડ: ૧/૨ કપ

દૂધ: ૧ કપ

ક્રીમ: ૨ કપ

વેનીલા એસેસ : ૧ ચમચી

આઈસ્ક્રીમ બનાવવાની રીત:

૧ એક બાઉલમાં ૨ કપ ક્રીમ અને ૧/૨ કપ ખાંડ નાંખીને બંને વસ્તુને ત્યાં સુધી મિક્સ કરતા રહો જ્યાં સુધી તે જાડું ન થઇ જાય.

૨. હવે એક કપ દૂધ, એક ચમચી વેનીલા એસેંસ અને ૨ ચમચી કોફીને ક્રીમમાં નાંખીને સરખી રીતે મિક્સ કરી લો.

૩. હવે આ મિશ્રણને આઈસ્ક્રીમ કન્ટેનરમાં નાંખીને ફ્રીઝરમાં ૩-૪ કલાકમાં રાખી દો.

૪. ત્યારબાદ આને ફ્રીઝરથી નિકાળીને ચોકલેટ ચિપ્સ અથવા સીરપથી ગાર્નીશ કરો.

૫. લો તમારો ઠંડો કોફી આઈસ્ક્રીમ તૈયાર છે.

Share: