અયોધ્યા વિવાદ : સુપ્રિમ કોર્ટે આપ્યો મધ્યસ્થતા કમિટીને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય

May 10, 2019
 693
અયોધ્યા વિવાદ :  સુપ્રિમ કોર્ટે આપ્યો મધ્યસ્થતા કમિટીને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય

લોકસભા ચુંટણી દરમ્યાન આજે સુપ્રિમ કોર્ટમાં યોજાયેલી અયોધ્યાના રામમંદિર મુદ્દેની સુનવણીમાં મધ્યસ્થતા કમિટીએ ૧૫ ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો છે. જેને લઈને સુપ્રિમ કોર્ટે મધ્યસ્થતા કમિટીને સમય આપ્યો છે. આ અંગે સુનવણી કરતા ચીફ જસ્ટીસ રંજન ગોગાઈ, જસ્ટીસ એસએ બોબડે, જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસ. અબ્દુલ નઝીરની બેંચે કહ્યું અને મધ્યસ્થા પેનલને લઈને આશાવાદી છે.

આ ઉપરાંત આ કમિટીનો રીપોર્ટ બેંચે વાંચ્યો હતો અને તેમને લાગે છે કે મધ્યસ્થતા પેનલ સકારાત્મક રીતે આગળ વધી રહી છે.તેમજ આશા છે કે કોઈ ઉકેલ ચોક્કસ આવશે. તેથી કમિટીને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

આ અંગે ૮ માર્ચના રોજની સુનવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે મધ્યસ્થતાને મંજુરી આપી હતી. અયોધ્યા રામમંદિર અને બાબરી મસ્જીદ વિવાદને સુપ્રિમ કોર્ટે મધ્યસ્થીઓને સોંપી દીધો હતો. જેમાં તમામ પક્ષોના લોકો સામેલ છે. આ પૂર્વે સુપ્રિમ કોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળી હતી.સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બેન્ચે આ અંગે નિર્ણય અનામત રાખી લીધો હતો અને મધ્યસ્થી માટે નામ માંગ્યા હતા.

મધ્યસ્થી માટે સુપ્રિમ કોર્ટના જસ્ટીસ એફ.એમ. કલીફૂલ્લાહની અધ્યક્ષતાના એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમા શ્રી શ્રી રવિશંકર અને શ્રી રામ પાંચુ હશે. જેના કમિટીની પ્રથમ બેઠક ફેઝાબાદમાં થઈ હતી. મુખ્ય ન્યાયમૂર્તિ રજંન ગોગાઈની બેન્ચે કહ્યું કે કેસને મધ્યસ્થી માટે મોકલવામાં કોઈ કાયદાકીય અડચણ નથી. મધ્યસ્થની કાર્યવાહી બંધ રૂમમાં કરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટે કહ્યું જે રામજન્મભૂમિ -બાબરી મસ્જીદ કેસ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો કેસ છે. અદાલત માત્ર જમીનના માલિકી હક્ક પર નિર્ણય કરી શકે એટલા માટે સબંધોને સુધારવાની સંભાવના જોઈ રહી છે.

સુનવણી દરમ્યાન રામલલ્લાના વકીલ સી.એસ. વૈધનાથને ભારપૂર્વક જણાવ્યું હતું કે મધ્યસ્થાથી કોઈ નિર્ણય નહીં આવે. રામના જન્મસ્થળ પર મંદિર બનાવવા મુદ્દે કોઈ સમજુતી થશે નહીં. સૌથી મહત્વની વાત એ છે જે મસ્જીદ બનાવવા માટે બીજી જમીન આપી દેવામાં આવે અને દાન એકત્ર કરીને તેને બનાવવામાં આવે. આ અંગે જસ્ટીસ બોબડે કહ્યું આ મુદ્દો તમે મધ્યસ્થા દરમ્યાન ઉઠાવી શકો છો.

ઉત્તર પ્રદેશ સરકાર તરફથી રજુ થયેલા સોલીસીટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે આ સ્થિતિમાં મધ્યસ્થતા યોગ્ય વિકલ્પ નથી. આ પૂર્વે મુસ્લીમ પક્ષે સુપ્રિમ કોર્ટની મધ્યસ્થતાની વાત સ્વીકારી છે. જયારે નિર્મોહી અખાડાને છોડીને તમામ સંગઠનો તેનો સ્વીકાર કર્યો નથી. તેમણે કહ્યું અમે વાતચીત તો કરીશું પરંતુ રામજન્મભૂમિ પર મંદિર બનાવવા મુદ્દે કોઈ સમજુતી થશે નહીં. રામમંદિર ત્યાં જ બનશે.

Share: