પીએમ મોદીના નિવેદન કોંગ્રેસનો પલટવાર, પૂછ્યું અક્ષય કુમારને યુદ્ધ જહાજ પર લઈ જવા યોગ્ય હતા

May 10, 2019
 922
પીએમ મોદીના નિવેદન કોંગ્રેસનો પલટવાર, પૂછ્યું અક્ષય કુમારને યુદ્ધ જહાજ પર લઈ જવા યોગ્ય હતા

આઈએનએસ વિરાટ પર પૂર્વ પીએમ રાજીવ ગાંધીની રજા માણવાના પીએમ મોદીના ખોટા નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. જેમાં એક યુદ્ધ જહાજમાં આઈએનએસ વિરાટના નેતુત્વ કરી રહેલા રીટાયર્ડ વાઈસ એડમીરલ વિનોદ પસરીચા અને લક્ષદ્વીપના વહીવટી વડા રહેલા વજાહત હબીબુલ્લાહે પીએમ મોદીના દાવાઓની પોલ ખોલી દીધી હતી. જયારે બીજી તરફ કોંગ્રેસના સોશીયલ મીડિયા પ્રભારી દિવ્યા દિવ્યા સ્પંદનાએ ટ્વીટ કરીને પીએમ મોદી અને કેનેડીયન નાગરિક અક્ષય કુમારની તસ્વીર શેર કરી હતી.

કોંગ્રેસના સોશીયલ મીડિયાના રણનીતિકાર દિવ્યા સ્પંદનાનો આરોપ છે કે પીએમ મોદીએ કેનેડાઈ નાગરિક અને બોલીવુડ અભિનેતા અક્ષય કુમારને યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રા પર લઈ ગયા હતા. દિવ્યા સ્પંદનાએ તેની કેટલીક તસ્વીરો ટ્વીટ કરી અને પીએમ મોદીને પૂછ્યું કે આ બધું બરાબર છે.

કોંગ્રેસના સોશીયલ મીડિયા પ્રભારી દિવ્યા દિવ્યા સ્પંદનાએ લખ્યું હતું કે શું આ બધું બરાબર છે. દિવ્યાએ સબસે જુઠા મોદીના હેશટેગ સાથે આ તસ્વીરો ટ્વીટ કરી છે. તેમજ તેમાં લખ્યું છે કે આની સાથે હું વર્ષ ૨૦૧૬ની એક લીંક શેર કરવા માંગું છું જેને લોકો હજુ સુધી ભૂલ્યા નહીં હોય.

દિવ્યા સ્પંદના એ આર્ટીકલની લીંક શેર કરી છે તેમાં લખ્યું છે કે વર્ષ ૨૦૧૬માં વિશાખાપટ્ટનમ માં આંતરરાષ્ટ્રીય બેડા સમીક્ષા સમયે બોલીવુડને કેમ સામેલ કરવામાં આવ્યું હતું. તેમાં એમ કહેવામાં આવ્યું છે કે અક્ષય કુમારએ પ્રેસીડેન્ટલ યોચ આઈએનએસ સુમિત્રાને અન્ય નૌ સેનીક અધિકારીઓ અને અન્ય અતિવિશિષ્ટ અતિથીગણો સાથે પણ ચલાવ્યું હતું.

આ ઉપરાંત દિવ્યા સ્પંદનાએ એક બીજી ટ્વીટ કરીને લખ્યું હતું કે એડમિરલ રામદાસે સાફ કર્યું છે કે પૂર્વ પીએમ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી સત્તાવાર પ્રવાસ પર લક્ષદ્વીપ ગયા હતા. તેમજ તેમણે વ્યકિતગત ઉપયોગ માટે કોઈ જહાજનો ઉપયોગ નથી કર્યો.

Share: