નીતિન ગડકરીનો યોગી સરકાર પર કટાક્ષ, યુપીની બસોમાં હોર્ન સિવાય તમામ વસ્તુનો અવાજ આવે છે

May 11, 2019
 992
નીતિન ગડકરીનો યોગી સરકાર પર કટાક્ષ, યુપીની બસોમાં  હોર્ન સિવાય તમામ વસ્તુનો અવાજ આવે છે

લોકસભા ચુંટણી દરમ્યાન ચાલી રહેલા પ્રચારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એક વાર વિવાદિત નિવેદન કરીને ચર્ચા ઉભી કરી છે. જેમાં તેમણે ઉત્તર પ્રદેશમાં બલિયામા ભાજપની યોગી સરકાર વિરુદ્ધ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યુપીની બસોમાં હોર્ન સિવાય બધી જ વસ્તુ વાગે છે. તેમના આ નિવેદને યુપીમા ભાજપ સરકારની મુશ્કેલી વધારી દીધી છે. તેમના આ નિવેદને ભાજપ રાજમા યુપીના વિકાસ અને યોગી સરકારની પોલ ખોલી દીધી છે.

ઉલ્લેખનીય છે કે,આ પૂર્વે લોકસભા ચુંટણી દરમ્યાન પીએમ મોદીના મંત્રી નીતિત ગડકરીએ ફરી એક વાર પાકિસ્તાન રાગ આલાપ્યો હતો. જેમાં કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સતત આતંકવાદીઓનું સમર્થન કરી રહેલા પાકિસ્તાનને વધુ એક ધમકી ઉચ્ચારી હતી. તેમણે ચુંટણી પ્રચારના માહોલ વચ્ચે જણાવ્યું છે કે જો પાકિસ્તાન આતંકવાદને નહીં રોકે તો ભારત પાસે પાકિસ્તાનને મળતા પાણીને રોકવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં બચે. ભારત આની પર અભ્યાસ કરી રહ્યું છે, જયારે પાકિસ્તાનના ભાગનું પાણી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં જશે.

નીતિન ગડકરીએ આગળ જણાવ્યું કે ત્રણ નદીઓનું પાણી પાકિસ્તાન જઈ રહ્યું છે. અમે તેને રોકવા માંગતા નથી. પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંઘીનો આધાર શાંતિપૂર્ણ સંબધ અને દોસ્તી છે જે હવે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયા છે. તેથી હવે આ સંઘીના પાલન માટે અને બાધ્ય નથી.

નીતિન ગડકરીએ કહ્યું કે પાકિસ્તાનના હિસ્સાનું પાણી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં જશે. ઉલ્લેખનીય છે જે લોકસભા ચુંટણીના બાકી બે તબક્કામાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ચુંટણી યોજાવવાની છે. જેને લીધા એ સવાલ ઉઠવા લાગ્યા છે કે આંતકવાદના મુદ્દાના નામે આ રાજયોના મતદારોને ભાજપ આકર્ષવાનો પ્રયાસ તો નથી કરી રહીને.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના કરાચીમાં ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૦ના રોજ ભારતના તત્કાલીન પીએમ જવાહરલાલ નહેરુએ પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાન સાથે સિંધુ જળ સમજૂતી કરી હતી. જે સમજુતીમાં ભારત રાવી, બ્યાસ અને સતલજ નદીનું ૧૦૦ ટકા પાણીનો ઉપયોગ કરી શકશે. જયારે ઝેલમ, સિંધુ અને ચેનાબ નદીના પાણીનો મોટાભાગનો અધિકાર પાકિસ્તાનનો રહેશે. પરંતુ હાલ આ છ નદીઓના મોટાભાગના પાણીનો વપરાશ પાકિસ્તાન કરે છે. તેમજ સિંધુ જળ સમજુતી મુજબ ભારત ત્રણ નદીઓના પાણીનો સંપૂર્ણ ઉપયોગ નથી કરી શકતી.

Share: