સુરક્ષાના કારણે જલ્દી બંધ થશે ગૂગલની આ સર્વિસ

December 11, 2018
 278
સુરક્ષાના કારણે જલ્દી બંધ થશે ગૂગલની આ સર્વિસ

૫૨.૫ મિલિયન યુઝર્સના એકાઉન્ટસમાં બીજી વખત બગ મળ્યા બાદ ગૂગલ પ્લસ સાઈટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગુગલે પહેલા આ સાઈટને ઓગસ્ટ ૨૦૧૯ માં બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ બીજી વખત બગ મળ્યા બાદ ગૂગલે તેને ૪ મહિના પહેલા (એપ્રિલ ૨૦૧૯) માં બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

ગૂગલ પ્લસે એક બ્લોગ પોસ્ટ દ્વ્રારા જાણકારી આપી દીધી છે કે, ગૂગલ પ્લસમાં બીજી વખત બગ મળવાથી ૫૨.૫ લાખ મિલિયન યુઝર્સનો ડેટા લીક થયો છે. ગૂગલે જણાવ્યું છે કે, તેનો અંગત તરીકે ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ આ ડેટામાં યુઝર્સનું નામ, ઇમેલ, સરનામું, વ્યવસાય અને ઉંમર જેવી ઘણી મહત્વપૂર્ણ માહિતી સમાવેશ થાય છે.

આ અગાઉ ગૂગલે ઓક્ટોબરમાં ગૂગલ પ્લસ એપમાં બગ મળ્યાના સમાચાર મળ્યા હતા, જેના કારણે ગૂગલ પ્લસના ૫ લાખ યુઝર્સનો ડેટા લીક થયો હતો. આ ખુલાસા બાદ ગૂગલની સ્વામિત્વ કંપની અલ્ફાબેટના શેરમાં ૧ ટકા સુધીની ગિરાવટ આવી હતી. જયારે ગૂગલે પોતાના બ્લોગમાં તેની જાણકારી આપતા જણાવ્યું છે કે, કોઈ પણ યુઝર્સના ડેટાની સાથે છેડછાડ કરવામાં આવી નથી.

Share: