બીએસએનએલના આ ૫૬ રૂપિયાના પ્લાનમાં દરરોજ મળશે ૧.૫ જીબી ડેટા

May 11, 2019
 681
બીએસએનએલના આ ૫૬ રૂપિયાના પ્લાનમાં દરરોજ મળશે ૧.૫ જીબી ડેટા

બીએસએનએલ ઘણી વખત પોતાના ગ્રાહકો માટે નવી-નવી ઓફર પ્રસ્તુત કરી રહે છે. તે પોતાના આ નવા પ્લાન્સથી પ્રાઈવેટ ટેલીકોમ કંપનીઓને ટક્કર આપશે. આ યાદીમાં બીએસએનએલે તામીલનાડુ અને ચેન્નાઈ સર્કલના યુઝર્સ માટે ૫૬ રૂપિયાનો ડેટા એસટીવી લોન્ચ કર્યો છે. આવો જાણીએ બીએસએનએલ પોતાના આ નવા એસટીવીમાં શું બેનીફીટ આપી રહ્યું છે. બીએસએનએલના આ નવા સ્પેશલ ટેરિફ વાઉચર ૧૩ મેથી શરૂ થશે. ૧૪ દિવસની વેલીડીટી સાથે આવનાર આ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૧.૫ જીબી ઈન્ટરનેટ ડેટા આપવામાં આવશે.

કંપનીએ પોતાના ૪૭ રૂપિયા અને ૧૯૮ રૂપિયા વાળા એસટીવીને પણ રિવાઈઝ કરી દીધું છે. ૪૭ રૂપિયાના એસટીવી યુઝર્સને હવે ૯ દિવસની વેલીડીટી સાથે અનલીમીટેડ કોલિંગ અને ૧ જીબી ડેટા ઓફર આપવામાં આવી રહી છે. તેમાં પહેલા યુઝર્સને ૧૧ દિવસની વેલીડીટી સાથે અનલીમીટેડ કોલિંગ મળતી હતી. બીજી તરફ ૧૯૮ રૂપિયા વાળા એસટીવી યુઝર્સને હવે ૫૪ દિવસની વેલીડીટી સાથે દરરોજ ૨ જીબી ડેટા આપી રહી છે. પહેલા આ પ્લાનમાં યુઝર્સને ૨૮ દિવસની વેલીડીટી અને ૧.૫ જીબીનો ડેટા મળતો હતો.

નવા પ્લાનમાં યુઝર્સને કોલિંગ બેનીફીટ મળશે અથવા નહીં આ વિશેમાં બીએસએનએલ તરફથી હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. તેમ છતાં માનવામાં આવી રહ્યું છે કે, કંપનીએ આ નવા એસટીવીને માત્ર ડેટા બેનીફીટ માટે જ પ્રસ્તુત કર્યો છે. આ એસટીવીને સેલ્ફફેયર કીવર્ડ STV DATA56 ના દ્રારા એક્ટિવ કરી શકાશે. તેની સાથે જ યુઝર્સ C-Top-Up અને કંપનીના પોર્ટલથી પણ આ રિચાર્જ કરી શકો છો. નવા એસટીવી પ્લાન ઇન્ટ્રોડ્યુસ કરવાની સાથે જ બીએસએનએલે જુનો ૪૬ રૂપિયા વાળો એસટીવીને પાસો ખેંચી લીધો છે. ઉલ્લેખનીય છે કે, બીએસએનએલના આ પ્લાનમાં સબ્સક્રાઈબર્સને ૨ જીબી ફ્રી ઈન્ટરનેટ ડેટા મળતો હતો. ડેટા લીમીટ સમાપ્ત થયા બાદ ૫ પૈસા પ્રતિ એમબીના દરથી ચાર્જ લેવામાં આવતો હતો.

Share: