પ્રિયંકા ગાંધીએ  કહ્યું મોદી રાજમાં બંધારણીય સંસ્થાઓ પર ખતરો, ચુંટણીમાં ભાજપના વળતા પાણી 

May 11, 2019
 993
પ્રિયંકા ગાંધીએ  કહ્યું મોદી રાજમાં બંધારણીય સંસ્થાઓ પર ખતરો, ચુંટણીમાં ભાજપના વળતા પાણી 

લોકસભા ચુંટણીના છઠ્ઠા તબક્કામા સાત રાજયોની ૫૯ બેઠકો માટે રવિવારે મતદાન યોજાશે. જયારે ૧૯ મે ના રોજ છેલ્લા અને સાતમા તબક્કા માટે ૮ રાજયોની ૫૯ બેઠકો માટે મતદાન યોજાશે. જો કે ચુંટણી મહાભારત દરમ્યાન યુપીમા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની રેલીઓ અને રોડ શો એ ભાજપની ઉંધ ઉડાવી દીધી છે. આ દરમ્યાન પ્રિયંકા ગાંધીએ એક સમાચાર પત્રને ઇન્ટરવ્યુ દરમ્યાન જણાવ્યું છે કે દેશમાં ભાજપના વળતા પાણી છે અને કોંગ્રેસનું પ્રદર્શન સુધરવાનું છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ અનેક બેઠકો પર મજબુતીથી લડી રહી છે.અમારા ઉમેદવાર સારા છે અને સંગઠન ઉત્સાહિત છે. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે હું યુપીમાં પક્ષને મજબુત કરવા માટે આવી છું. તેમજ મને ના તો કોઈ પદની લાલસા છે અને ના તો કોઈ હોદ્દા માટે મોહ છે. મારો પ્રયાસ આ ચૂંટણીમાં નવયુવાનો જોડું અને પક્ષને મજબુત બનાવું.

પ્રિયંકા ગાંધીએ આગળ જણાવ્યું છે દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે અને જ્યાં સુધી તેમનું પ્રતિનિધિત્વ પક્ષમાં નહીં આવે ત્યાં સુધી નવી લીડરશીપ નહીં આવે અને સંગઠન મજબુત નહીં બની શકે. સક્રિય રાજનીતિમાં આવવા બદલ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લોકતંત્ર, સંવિધાન અને સંસ્થાઓ પર સતત હુમલા થતા રહ્યા છે. આ સમયે ઘર પર બેસી રહેવું તે કાયરતા છે અને હું આ કાયરતા સાથે જીવી શકું તેમ નથી.

આ ઉપરાંત દિલ્લી, પશ્વિમ બંગાળ અને યુપીમાં રાજકીય ગઠબંધન ન થવા પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સાથે મળીને લડયા હોત તો ચોક્કસપણે ભાજપની હાર અને તે પણ ખરાબ રીતે હારત. તેમજ જ જો યુપીમાં પણ અમે બધા સાથે લડયા હોત તો ભાજપ ૫ થી ૧૦ બેઠકો જ મેળવી શકત.

Share: