આઈઆરસીટીસીએ બે વર્ષ બાદ યાત્રીને પરત કર્યા ૩૩ રૂપિયા

May 11, 2019
 495
આઈઆરસીટીસીએ બે વર્ષ બાદ યાત્રીને પરત કર્યા ૩૩ રૂપિયા

કોટાના એક ઇન્જિનીયર સુજીત સ્વામીએ આઈઆરસીટીસીથી એપ્રિલ ૨૦૧૭ માં કોટા-દિલ્હી ટ્રેન ટીકીટ બુક કરી હતી. આ તે સમય હતો જયારે જીએસટી લાગુ કરવામાં આવ્યું નહોતું. સુજીત સ્વામીએ તે સમય ટ્રેનની ટીકીટ કેન્સલ કરાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે, ટીકીટ ૨ જુલાઈ ૨૦૧૭ માટે બુક કરવામાં આવી હતી તેનો અર્થ જીએસટી લાગુ થયાના એક દિવસ બાદ બુક કરવામાં આવી હતી. સુજીત સ્વામીએ ટ્રેનની ટીકીટ કેન્સલ કરી દીધી હતી. ટીકીટને કેન્સલ કરવા પર તેમને ૩૫ રીફન્ડ મળવાના હતા અને જીએસટી કપાવવા પર તેમને ૩૩ રૂપિયા રીફન્ડ મળવાના હતા. બે વર્ષના પ્રયત્નો બાદ સુજીત સ્વામીને આખરે ભારતીય રેલ્વેથી ૩૩ રૂપિયા મળી ગયા છે.

૩૦ વર્ષીય ઇન્જિનીયર સુજીત સ્વામીને આઈઆરસીટીસીથી કોટા-દિલ્હી ટ્રેન ટીકીટ કેન્સલના ૩૫ રૂપિયા રીફન્ડ પ્રાપ્ત કરવા માટે બે વર્ષ સુધી તેમને લડાઈ લડવી પડી હતી. સુજીત સ્વામીએ એપ્રિલ ૨૦૧૭ માં ગોલ્ડન ટેમ્પલ મેલ ટ્રેનમાં કોટાથી નવી દિલ્હી માટે ૭૬૫ રૂપિયાની ટીકીટ બુક કરી હતી. ટીકીટ કેન્સલ કર્યા બાદ તેમને ૬૬૫ રૂપિયાની રીફન્ડ કરવામાં આવ્યા હતા. ટીકીટ કેન્સલ કરવા પર ૬૫ રૂપિયાની જગ્યાએ તેમના ૧૦૦ રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા.

તેમને છેલ્લા બે વર્ષથી આશ્વાન આપવામાં આવી રહ્યું હતું કે, તેમને રૂપિયા પરત કરી દેવામાં આવશે. પરંતુ હવે તમને બે વર્ષ બાદ રૂપિયા પરત મળી ગયા છે. સુજીતનું કહેવું છે કે, તેમને પોતાના રૂપિયા પરત મેળવવા માટે ઘણી લાંબી લડાઈ લડી પરંતુ તો પણ તેમના ૨ રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, એક વખત ફરીથી આ બાબતને આગળ વધારશે કેમકે આઈઆરસીટીસીએ એક પત્રમાં કહ્યું હતું કે, તેમના વ્યવસાયિક સર્કુલર ૪૯ ના અનુસાર, તેમને ૩૫ રૂપિયા પરત કરવામાં આવશે.

Share: