રાફેલ મુદ્દે પુનઃ વિચાર અરજી પર સુપ્રિમ કોર્ટમા સુનવણી પૂર્ણ, ચુકાદો અનામત રખાયો 

May 11, 2019
 1449
રાફેલ મુદ્દે પુનઃ વિચાર અરજી પર સુપ્રિમ કોર્ટમા સુનવણી પૂર્ણ, ચુકાદો અનામત રખાયો 

રાફેલ મુદ્દે પુનઃ વિચાર અરજી પર સુપ્રિમ કોર્ટમાં બંને પક્ષની દલીલો અદાલતમાં પૂર્ણ થઈ છે. જે અંગેનો ચુકાદો અદાલતે અનામત રાખ્યો છે તેમજ તેની સુનવણી પછી કરવામા આવશે. ડિસેમ્બર ૨૦૧૮માં સુપ્રિમ કોર્ટે મોદી સરકારને રાફેલ કેસમાં ક્લીન ચીટ આપ્યા બાદ એક રીવ્યુ પીટીશન દાખલ કરવામાં આવી હતી.

આ અરજી દરમ્યાન અરજી કર્તા પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કોર્ટને રાફેલ ડીલની કેટલીક વિગતો છુપાવી છે. તેમજ કોર્ટનો જુનો નિર્ણય અધુરી જાણકારી પર આધારિત છે. તેથી અમે ઈચ્છીએ છીએ તે સીબીઆઈ રાફેલ ડીલની તપાસ કરે અને રાફેલ સોદાને રદ કરવા નથી માંગતા પરંતુ તેની સચ્ચાઈ લોકો સમક્ષ લાવવા માંગીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, ૧૦ એપ્રિલના રોજ રાફેલ મુદ્દે સુપ્રિમ કોર્ટે કેસ ચલાવવા અંગે આપેલા ચુકાદા બાદ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી નેતાઓ આ મુદ્દે મોદી સરકાર પર આક્રમક પ્રહાર શરૂ કર્યા હતા. તેમજ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે જ રાફેલનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો.જેમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે સુપ્રિમ કોર્ટે કાયદાના સિધ્ધાંતને બરકરાર રાખ્યો છે. ડરેલી મોદી સરકાર ગોપનીયતાના આડમાં ભ્રષ્ટાચારનો ખુલાસો કરનારા સ્વતંત્ર પત્રકારોને ધમકાવવાની કોશિષ કરી છે. મોદીજી ચિંતા ના કરશો હવે તપાસ થવાની છે તમને ગમે કે ના ગમે.આ ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. મોદીજી દરેક જગ્યાએ કહેતા ફરે છે કે તેમને સુપ્રિમ કોર્ટે ક્લીનચીટ આપી છે. આજે સુપ્રિમ કોર્ટના નિર્ણયથી સાબિત થઈ ગયું છે કે મોદીજીએ રાફેલમા ચોરી કરી છે. દેશની સેના જોડે વિશ્વાસઘાત કર્યો છે અને પોતાનો ગુનો છુપાવવા સુપ્રિમ કોર્ટને ગુમરાહ કરી છે.આ અંગે બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ મોદી સરકાર પર હુમલો કરતા જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાની આડમાં રાફેલ સૌદામાં ભારે ભ્રષ્ટાચાર છુપાવવામાં પીએમ મોદી નિષ્ફળ નીવડ્યા છે. સુપ્રિમ કોર્ટમાં મોદી સરકાર ખરાબ રીતે ફસાઈ છે. સંસદમાં વારંવાર જુઠું બોલીને દેશને ગુમરાહ કરવા બદલ પીએમ મોદી માફી માંગે અને રક્ષામંત્રી રાજીનામું આપે

Share: