એનસીપી પ્રમુખ શરદ પવારે ઉઠાવ્યા ઈવીએમ પર સવાલ, કહ્યું એનસીપીને મત આપ્યો ગયો ભાજપને

May 11, 2019
 1430
એનસીપી પ્રમુખ શરદ પવારે  ઉઠાવ્યા ઈવીએમ પર સવાલ, કહ્યું એનસીપીને મત આપ્યો ગયો ભાજપને

દેશમા લોકસભા ચુંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન પૂર્વે ફરી એક વાર ઈવીએમ મશીનને લઈને સવાલો સામે આવ્યા છે. જેમા આ વખતે એનસીપીના વડા શરદ પવારે ઈવીએમમાં ગડબડીનો આક્ષેપ કર્યો છે.તેમણે કહ્યું કે તેમણે એનસીપીને મત આપ્યો હતો તે મત ભાજપને ગયો હતો.

મહારાષ્ટ્રના સતારામાં બોલતા શરદ પવારે કહ્યું કે ગુજરાત અને હૈદરાબાદમાં મારે સામે ઈવીએમ મુકવામાં આવ્યા હતા અને મને બટન દબાવવાનું કહેવામાં આવ્યું હતું. મે મારા પક્ષના એનસીપીના ઘડિયાળવાળા ચિન્હનું બટન દબાવ્યું હતું.પરંતુ વોટ કમળના નિશાન ભાજપને ગયો હતો. આ ઘટના મે મારી આંખોથી જોઈ હતી. તેવામા ઈવીએમ પર ભરોસો કરવો શકય નથી.

શરદ પવારના આક્ષેપ બાદ ઈવીએમમા ગડબડીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેમજ ઈવીએમની નિષ્પક્ષતા પર અનેક સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત શરદ પવારે કહ્યું કે અમે તેથી જ ન્યાય માંગવા માટે સુપ્રિમ કોર્ટ સુધી ગયા પરંતુ અદાલતે અરજી રદ કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે બે તબક્કાના મતદાન કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો દળોએ ઈવીએમમાં ગડબડીને લઈને સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેને સુપ્રિમ કોર્ટે આખરે રદ કરી દીધી હતી.

આ દરમ્યાન કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ઈવીએમમાં વોટીંગ કર્યા બાદ સ્લીપ સાત સેકન્ડ સુધી દેખાવવાના બદલે માત્ર ૩ સેકન્ડ જ ડિસ્પ્લે પર રહે છે. વિપક્ષી નેતાઓએ લોકતંત્ર બચાવોના નામે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંધવી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ પણ સામેલ હતા.

કોંગ્રેસ નેતા સિંધવીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં મતદાન દરમ્યાન અનેક જ ગ્યાઓએ ઈવીએમને લઈને અનેક ફરિયાદો સામે આવી હતી. જેમાં એક ફરિયાદ મુજબ અને વ્યક્તિએ એક પક્ષને મત આપ્યો છે જયારે વીવીપેટમાં તે મત બીજા પક્ષને મળ્યો હોવાનું દેખાયું હતું. એનો મતલબ એ છે કે ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી છે.

જયારે અરવિદ કેજરીવાલે કહ્યું કે મશીનોમાં કોઈ ખામી નથી પરંતુ તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. તેમજ ઈવીએમ એવી રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે કે વોટ માત્ર ભાજપને જ જાય છે. સીએમ કેજરીવાલે કહ્યું કે હું એન્જીનીયર છું હું બધું જ જાણું છું.

Share: