એરટેલના ૨૪૯ રૂપિયાના પ્લાનમાં મળશે આટલો ડેટા

May 12, 2019
 635
એરટેલના ૨૪૯ રૂપિયાના પ્લાનમાં મળશે આટલો ડેટા

જિયોને ટક્કર આપવા માટે એરટેલ પોસ્ટપેડ પ્લાન સાથે પ્રીપેડ પ્લાન પર મોટા ફાયદા અને ઓફર્સ આપવામાં આવી રહી છે. આ અગાઉ આ ઓફર પોસ્ટપેડ યુઝર્સને જ મળતી હતી પરંતુ હવે આ પ્રીપેડ એટલે રિચાર્જ કરાવનાર યુઝર્સને પણ આપવામાં આવી રહી છે. એરટેલ પોતાના નવા ૨૪૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં ૪ લાખ રૂપિયા સુધી ટર્મ ઇન્શ્યોરન્સ આપી રહી છે.

એરટેલના ૧૨૯ રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને સંપૂર્ણ વેલીડીટી દરમિયાન ૨ જીબી ડેટા, અનલીમીટેડ કોલિંગ અને દરરોજ ૧૦૦ એસએમએસ મળશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે. આ પ્લાનની સાથે ગ્રાહકોને એરટેલ ટીવી અને વિંક મ્યુઝીકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. આ અગાઉ આ સર્વિસ પોસ્ટપેડ યુઝર્સને જ ઓફર કરવામાં આવતી હતી.

હવે નવા ૨૪૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને એચડીએફસી લાઈફ ઇન્શ્યોરન્સ અથવા ભારતી એક્સા તરફથી ૪ લાખ રૂપિયા સુધી લાઈફ કવર મળશે. તેના સિવાય તેમાં ગ્રાહકોને ૨જીબી ડેલી ડેટા, અનલીમીટેડ કોલિંગ અને દરરોજ ૧૦૦ એસએમએસ મળશે. તેની સાથે આ પ્લાનમાં ગ્રાહકોને એરટેલ ટીવી પ્રીમીયમ સબ્સક્રિપ્શન, નવા ૪જી ફોન લેવા પર ૨૦૦૦ રૂપિયાનું કેશબેક, એક વર્ષ માટે નોર્ટન મોબાઈલ સિક્યોરિટી અને વિંક મ્યુઝીકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. તેના માટે તેમને આ રિચાર્જ દરમહિને કરાવવું પડશે.

Share: