ફરિદાબાદમાં મતદારોને પ્રભાવિત કરનાર પોલિંગ એજન્ટની ધરપકડ

May 13, 2019
 1001
ફરિદાબાદમાં મતદારોને પ્રભાવિત કરનાર પોલિંગ એજન્ટની ધરપકડ

સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયા બાદ ફરિદાબાદમાં પોલિંગ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, આ પોલિંગ એજન્ટ મતદાન કરવા આવતા લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ચૂંટણી કમિશનર અશોક લવાસાએ પુષ્ટિ કરી છે કે રવિવારે બપોરે પોલિંગ એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી અને ચૂંટણી આયોગ આ બાબતની તપાસ કરી એક રિપોર્ટ આપશે.

લવાસાએ ટ્વીટ કર્યું છે, જેમાં ડી.ઈ.ઓ. ફરિદાબાદે જણાવ્યું હતું કે ઑબજવેર સંજય કુમારે આખા કેસની તપાસ કરી હતી. વિડિયોમાં વ્યક્તિ પોલિંગ એજન્ટ છે જેની બપોરે ધરપકડ કરવામાં આવી હતી. તેની એફઆઈઆર નોંધવામાં આવી છે.

ચૂંટણી કમિશનરે કહ્યું કે સંપૂર્ણ અહેવાલ પ્રાપ્ત કર્યા પછી, તે આરોપી સામે પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, પોલિંગ મથકની વ્યાપક તપાસ કરશે.

ફરિદાબાદમાં જિલ્લા ચૂંટણી કચેરીએ જણાવ્યું હતું કે મતદાનની સાથે સમાધાન કરવામાં આવ્યું નથી અને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપીને જેલમાં કેદ કરેલ છે. ઓબ્જવરએ આ કેસની વ્યક્તિગત રીતે લોકોની પૂછપરછ કરી અને જોયું કે મતદાન પ્રભાવિત થયું નથી.

વિડિયોમાં જોવા મળે છે કે વાદળી ટી-શર્ટ પહેરેલ, પોલિંગ એજન્ટ મતદાન મથકમાં મતદાન કરનાર સ્ત્રીના મતને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વિડિયોમાં, જ્યારે મહિલા વૉટ આપવા જાય છે, ત્યારે પોલિંગ એજન્ટ ઇવીએમ સુધી પહોંચી જાય છે અને મશીનનું બટન દબાવતા કોઈ પાર્ટીના પ્રતીક તરફ ઈશારો કરતા જોવા મળે છે તે પછી તે તેની સીટ પર પાછો બેસી જાય છે. જ્યારે બીજી મહિલા વૉટ આપવા ઇવીએમ પાસે પહોંચે છે, ત્યારે તે ફરીથી આ કાર્ય કરે છે. આ વિડિઓ વાયરલ થયા પછી ઘણા લોકોએ આ વિડિયોને ચૂંટણી આયોગને ટેગ કર્યો છે.

Share: