આઈપીએલ ૨૦૧૯ માં બધા એવોર્ડ જીતનાર ખેલાડીઓની સંપૂર્ણ યાદી

May 13, 2019
 312
આઈપીએલ ૨૦૧૯ માં બધા એવોર્ડ જીતનાર ખેલાડીઓની સંપૂર્ણ યાદી

મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ ૨૦૧૯ ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ૧ રનથી હરાવ્યું અને રેકોર્ડ ચોથી વખત ટાઈટલ પોતાના નામે કર્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સે સંપૂર્ણ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમ તરીકે રમતી જોવા મળી હતી. તેમ છતાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને ટક્કર જરૂર આપી હતી, પરંતુ અંતમાં બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ટાઈટલ પોતાના નામે કરી શક્યા નહોતા.

આ સીઝન ઘણા ખેલાડીઓ માટે વ્યક્તિગત રૂપથી ઘણી શાનદાર રહી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર (૬૯૨ રન) એ જ્યાં સૌથી વધુ રન બનાવતા ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી, જયારે ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ સ્પિનર ઇમરાન તાહિર (૨૬) એ સૌથી વધુ વિકેટ લેતા પર્પલ કેપને પોતાના નામે કરી હતી. તેના સિવાય આન્દ્રે રસેલ, હાર્દિક પંડ્યા, રાહુલ ચાહર જેવા ખેલાડીઓએ ઘણા એવોર્ડ જીત્યા છે.

આવો જોઈએ આઈપીએલ ૨૦૧૯ માં કોને ક્યા એવોર્ડ મળ્યા..

વિજેતા ટીમ : મુંબઈ ઇન્ડિયન્સ (૨૦ કરોડ અને વિજેતા ટ્રોફી)

ઉપવિજેતા ટીમ : ચેન્નાઈ સુપર કિંગ્સ (૧૨.૫ કરોડ)

મેન ઓફ ધ મેચ : જસપ્રીત બુમરાહ, મુંબઈ ઇન્ડિયન્સ (૫ લાખ અને ટ્રોફી)

ઓરેન્જ કેપ : ડેવિડ વોર્નર, સનરાઈઝર્સ હૈદરાબાદ (૧૦ લાખ અને ટ્રોફી)

પર્પલ કેપ : ઇમરાન તાહિર, ચેન્નાઈ સુપર કિંગ્સ (૧૦ લાખ અને ટ્રોફી)

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર : આન્દ્રે રસેલ, કોલકાતા નાઈટ રાઈડર્સ (૧૦ લાખ અને ટ્રોફી)

પરફેક્ટ કેચ ઓફ ધ સીઝન : કેરોન પોલાર્ડ, મુંબઈ ઇન્ડિયન્સ (૧૦ લાખ અને ટ્રોફી)

હેરિયર સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન : આન્દ્રે રસેલ, કોલકાતા નાઈટ રાઈડર્સ (ટ્રોફી અને હેરિયર એસયુવી ગાડી)

FBB સ્ટાઈલીશ પ્લેયર ઓફ ધ સીઝન : લોકેશ રાહુલ, કિંગ્સ ઈલેવન પંજાબ (૧૦ લાખ અને ટ્રોફી)

અમેર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન : શુભમન ગીલ, કોલકાતા નાઈટ રાઈડર્સ (૧૦ લાખ અને ટ્રોફી)

ડ્રીમ ઈલેવન ગેમ ચેન્જર : રાહુલ ચાહર, મુંબઈ ઇન્ડિયન્સ (૧૦ લાખ અને ટ્રોફી)

સીઝનની સૌથી ઝડપી અડધી સદી : હાર્દિક પંડ્યા, મુંબઈ ઇન્ડિયન્સ (૧૦ લાખ અને ટ્રોફી)

ફેરપ્લે : સનરાઈઝર્સ હૈદરાબાદ (ટ્રોફી)

પિક અને ગ્રાઉન્ડ ટ્રોફી : પંજાબ (પીસીએ મોહાલી) અને હૈદરાબાદ

Share: