વાદળો હોય તો રડાર યુદ્ધ વિમાન ના જોઈ શકે વાળા ઇન્ટરવ્યૂ મા નરેન્દ્ર મોદીએ દેશ ની સેના નું અપમાન કર્યું છે

May 13, 2019
 312
વાદળો હોય તો રડાર યુદ્ધ વિમાન ના જોઈ શકે વાળા ઇન્ટરવ્યૂ મા નરેન્દ્ર મોદીએ દેશ ની સેના નું અપમાન કર્યું છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ નેશન નામની ટીવી ચેનલ પર દીપક ચૌરસિયા અને અન્ય મહિલા એંકર ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન પાકિસ્તાન પર બાલા કોટ મા સર્જિકલ સ્ટ્રાઈક વિશે ની વાતચીત કરી ને પોતાના વર્ચસ્વ ને વધારવા માટે એક મનઘડત વાર્તા દીપક ચૌરસિયા અને સાથી ને કહી હતી કે પાકિસ્તાન ની સરહદ મા જઈને હુમલો કરવા નું મે નક્કી કર્યું હતું પણ વરસાદી વાતાવરણ જેવો માહોલ સર્જાયો હતો અને આર્મી અધિકારીઓ એ આ વાતાવરણ માં સરજીકલ સ્ટ્રાઇક ના કરવાની મને સલાહ આપી હતી અને સ્થળ અને સમય બદલવાની વાત કરી હતી પણ મે મારી પાસે જે વિજ્ઞાન ની જાણકારી છે તે મુજબ વિચાર્યું અને મારી પાસે 2 સવાલ હતા કે જો આ ટાઈમ પર પાકિસ્તાન પર હુમલો ના કરીએ અને ટાઈમ બદલી નાખીએ તો વાત લીક થઈ જાય તો? અને મારી વિજ્ઞાન ની જાણકારી એમ કહી રહી હતી કે વાદળો ની વચ્ચે પાકિસ્તાન ના રડાર ને આપણા યુદ્ધ વિમાનો દેખાશે નહીં અને આસાની થી પાકિસ્તાન પર બાલા કોટ વિસ્તારમાં યુદ્ધ વિમાનો દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરીને એક મોટી સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આપણે સફળ થઈશું.

આવું નિવેદન આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતે ખુદ એ વાત કરી છે કે પાકિસ્તાન પર હુમલો કરવા નો હવે ટાઈમ બદલીએ તો વાત લીક થઇ શકે આ નિવેદન આપી ને નરેન્દ્ર મોદીએ દેશ ના જવાનો પર શક કર્યો છે નરેન્દ્ર મોદી ની નિષ્ફળ નીતિઓ ને કારણે પાછલા 5 વર્ષ દરમિયાન હજાર ની આસપાસ મીલીટરી જવાનો અને નિર્દોષ નાગરિકો દેશ માટે હસતા મોઢે શહીદ થયા છે અને છતાં પણ નરેન્દ્ર મોદી પોતાની ખોટી આદત મુજબ કોઈ ને પણ સારા કીધા નથી એટલે એમની અને દેશ ની રક્ષા કરવા વાળા મીલીટરી જવાનો પર વાત લીક થઇ જવાનો આક્ષેપ અને શક કરી ને દેશ ની મીલીટરી નું અપમાન કર્યું છે. એક તરફ સેનાનું અપમાન અને બીજી તરફ સેના ના અધિકારીઓ કરતા પણ પોતે હોંશિયાર છે તેવી ખોટી વાતો કરી ને પોતાની વ્યક્તિગત ઈમેજ બનાવવા માટે નરેન્દ્ર મોદી ના આ નિવેદન બાદ દેશ ની જનતા પણ તેમની હંસી ઉડાવતી થઈ ગઈ છે ત્યારે મને આશ્ચર્ય થાય છે કે નરેન્દ્ર મોદી નો ઇન્ટર વ્યુ લેનાર દીપક ચૌરસિયા અને સાથી એંકર પણ નરેન્દ્ર મોદી ની વાત માની કેમ ગયા?? શું તે પણ મગજ વગર ના છે અને આ બે પત્રકાર નરેન્દ્ર મોદી ની રડાર વાળી વાતો થી સહમત હોય તો તેમને તાત્કાલિક પત્રકાર તરીકે નો વ્યવસાય છોડી દેવો જોઈએ કારણ કે તમે બન્ને જાણે દેશ ની ૧૩૦ કરોડ જનતા વતી નરેન્દ્ર મોદી નો ઇન્ટર વ્યુ લીધો હતો અને તમારી નરેન્દ્ર મોદી ની ખોટી વાતો અંગે ની સંમતિ એ દેશ ની ૧૩૦ કરોડ જનતા ને ડફોળ સાબિત કરે તેવું તમે સમજી નથી શક્યા નહિ તો તમારે નરેન્દ્ર મોદી ને તત્કાળ કહેવું જોઈએ કે મિસ્ટર વડા પ્રધાન જી તમારી વાતો હું દેશ ની જનતા આગળ મૂકીશ તો દેશ ની જનતા સહમત નહીં થાય કારણ કે તમે બિલકુલ ખોટું બોલી રહ્યા છો. પણ મને દુઃખ થાય છે કે આવા માનસિક બીમાર અને પૈસા માટે વેચાઈ ગયેલા પત્રકારો હંમેશ ને માટે ખોટું બોલતા રહેતા નરેન્દ્ર મોદી ને દેશ હીત મા કશું પણ કેમ કહી શકતા નથી??.

Share: