વીરેન્દ્ર સહેવાગે પસંદ કરી આઈપીએલ ૨૦૧૯ ની ફેવરેટ ઈલેવન

May 14, 2019
 253
વીરેન્દ્ર સહેવાગે પસંદ કરી આઈપીએલ ૨૦૧૯ ની ફેવરેટ ઈલેવન

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે આઈપીએલ-૨૦૧૯ ની પોતાની સર્વશ્રેષ્ઠ ઈલેવન પસંદ કરી અને તેમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓને જગ્યા મળી નથી. વીરેન્દ્ર સહેવાગને પોતાની ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરને બનાવ્યા છે.

દિલ્હીના શિખર ધવન અને એસઆરએચના જોની બેયરસ્ટો ઓપનર બેટ્સમેનની ભૂમિકા નિભાવશે. લોકેશ રાહુલ ત્રણ નંબર પર આવશે, ત્યાર બાદ કેપ્ટન ડેવિડ વોર્નર અને ઋષભ પંત છે. હાર્દિક પંડ્યા અને આન્દ્રે રસેલના રૂપમાં ટીમમાં બે ઓલરાઉન્ડર છે. શ્રેયસ ગોપાલ અને રાહુલ ચાહર સ્પિનરની ભૂમિકા નિભાવશે, જયારે જસપ્રીત બુમરાહ અને કાગિસો રબાડા ઝડપી બોલિંગ વિભાગ સંભાળશે.

ટીમમાં જોની બેયરસ્ટો, ડેવિડ વોર્નર, આન્દ્રે રસેલ અને કાગિસો રબાડાના રૂપમાં ચાર વિદેશી ખેલાડી પસંદ કર્યા છે. તેના સિવાય વીરેન્દ્ર સહેવાગે ટીમમાં ડેવિડ વોર્નરને ૪ નંબર પર રાખ્યા છે અને તેની પાછળનું કારણ તેમને બનાવ્યું છે કે, મેં તેમનું પ્રદર્શન ઓપનર બેટ્સમેન એન એક મધ્યક્રમના બેટ્સમેન તરીકે પણ જોયું છે. તે બંને સ્થાન પર રમી શકે છે અને ટીમ માટે સારુ કરી શકે છે. મેં તેમને પોતાની ટીમના કેપ્ટન પણ બનાવ્યા છે, તે એક સ્માર્ટ ક્રિકેટર છે, જોકે અમે ૨૦૧૬ માં જોયું હતું, જયારે સનરાઈઝર્સ હૈદરાબાદ ચેમ્પિયન બની હતી.

વીરેન્દ્ર સહેવાગે પોતાની ટીમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સના ત્રણ-ત્રણ, સનરાઈઝર્સ હૈદરાબાદના બે, કોલકાતા નાઈટ રાઈડર્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સથી એક-એક ખેલાડીને તક મળી છે. હેરાન કરનારી વાત એ છે કે અંતિમ સ્થાન પર રહેનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના કોઈ ખેલાડીને તક આપવામાં આવી નથી.

વીરેન્દ્ર સહેવાગની આઈપીએલ ૨૦૧૯ ની બેસ્ટ ઈલેવન આ પ્રકાર છે : શિખર ધવન, જોની બેયરસ્ટો, લોકેશ રાહુલ, ડેવિડ વોર્નર (કેપ્ટન), આન્દ્રે રસેલ, હાર્દિક પંડ્યા, રાહુલ ચાહર, કાગિસો રબાડા, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ગોપાલ.

Share: