આ ધારાસભ્ય ખભે ખાતરની થેલી લઇ સચિવાલય પહોંચી ગયા.

May 14, 2019
 744
આ ધારાસભ્ય ખભે ખાતરની થેલી લઇ સચિવાલય પહોંચી ગયા.

ખાતરકાંડે ભાજપ સરકાર વિવાદમાં સપડાઈ છે. ઓછા ખાતર મામલે ફરિયાદો ઉઠતા હાલમાં રાજ્યભરમાં ખાતરનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા ઓછા વજનવાળી ખાતરની થેલી લઇ સચિવાલયમાં પહોંચ્યા હતા. આ જોઈને સુરક્ષા કર્મીઓ પણ અચંબામાં પડી ગયા હતા. ખભે ઉંચકીને ખાતરની થેલી હર્ષદ રીબડીયા સચિવાલયના દરવાજે પહોંચ્યા હતા.

તેમણે કૃષિમંત્રીની સામે ખાતરની થેલીનું વજન કરવાનો આગ્રહ રાખ્યો હતો. પણ સિક્યુરિટી સ્ટાફે ધારાસભ્યને સચિવાલયમાં જવા દીધા ન હતા. હર્ષદ રિબડીયાએ એવો આક્ષેપ કર્યો કે, ઓછું ખાતર આપવાનું કૌભાંડ આજકાલથી નહિ પણ છેલ્લા દોઢ વર્ષથી ચાલે છે. તેમણે દોઢ વર્ષ જૂની ખાતરની થેલી મીડિયા સમક્ષ દેખાડી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આખરે પોલીસે તેમની અટકાયત કરી હતી. મોડી સાંજે તેમને મુદ્દત કરવામાં આવ્યા હતા.

Share: