દલિતો પર અત્યાચાર ગુજારાય છે ને, મંત્રી ઈશ્વર પરમાર ચૂંટણી પ્રચારમાં મસ્ત.

May 14, 2019
 737
દલિતો પર અત્યાચાર ગુજારાય છે ને, મંત્રી ઈશ્વર પરમાર ચૂંટણી પ્રચારમાં મસ્ત.

એક બાજુ, ભાજપ સરકાર દલિતો ના હામી હોવાનો દાવો કરે છે. બીજી બાજુ, ગુજરાતમાં દલિતોની એવી દશા છે કે, ગામમાં દલિતોને લગ્નપ્રસંગે વરઘોડો ય કાઢવા દેવામાં આવતા નથી. છેલ્લા બે દિવસમાં શીતવાડા, ખંભીસર, વડાલી, લ્હોર ગામમાં દલિતોને પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો કાઢવા પડ્યા હતા.

આ તરફ, સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વર પરમાર અન્ય રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દલિતોને મદદરૂપ થવાને બદલે મંત્રી ઈશ્વર પરમારને પક્ષને ચૂંટણી જીતાડવામાં વધુ રસ છે. મહત્વની વાત એ છે કે, ભાજપના એકપણ ધારાસભ્ય કે સાંસદ આ મામલે એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી.

Share: