ખાતરકૌભાંડ પર ભાજપ સરકારે ઠંડુ પાણી રેડ્યું : આ કૌભાંડ નહિ, ભેજથી ખાતરની ઘટ પડી છે.

May 14, 2019
 782
ખાતરકૌભાંડ પર ભાજપ સરકારે ઠંડુ પાણી રેડ્યું : આ કૌભાંડ નહિ, ભેજથી ખાતરની ઘટ પડી છે.

મગફળીકૌભાંડ, તુવેરકૌભાંડ હવે ખાતરમાં ઘટ પડી કટકી કરવાનો રાજકીય ખેલ ચાલી રહ્યો છે. ત્યારે ભાજપ સરકારે આ પ્રકરણમાં હાથ ખંખેર્યા છે. આ ઉપરાંત જીએસફસી એ પણ આ કૌભાંડ નહિ, પણ ભેજને કારણે ખાતરની થેલીઓમાં ઘટ પડી રહી છે. તેમ જણાવીને લૂલો બચાવ કરી રહી છે. મહત્વની વાત એ છે કે, જીએસફસી એ ખાતરકાંડ માંથી બચવા એવો ખુલાસો કર્યો છે કે, ખેડૂતો પાસે અત્યાર સુધી માત્ર ૮ હજાર મેટ્રીકટન ખાતર પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતોને અંદાજે રૂ. ૧૬ લાખનું નુકશાન પહોંચ્યું છે.

આ તરફ, રાજ્યભરના ખેડૂતો એ એવી ફરિયાદ કરી છે કે, ૫૦ કિલો ખાતરની થેલીમાં ૫૦૦ થી ૮૦૦ ગ્રામ સુધી ખાતર ઓછું હોય છે. હવે સવાલ એ છે કે, ઓછા ખાતરની ખેડૂતોને ભરપાઈ કોણ કરશે. ખેડૂતોએ ખાતરકાંડમાં જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે ત્યારે સરકારે ભેજના કારણે ખાતર ઓછું મળે છે તેવું કારણ દર્શાવી કૌભાંડી અધિકારીઓ જ નહિ, સરકારને પણ ઉગારી લીધી છે.

Share: