વર્લ્ડ પહેલા કોહલી, રોહિત અને બુમરાહને મળ્યો ખાસ એવોર્ડ

May 14, 2019
 199
વર્લ્ડ પહેલા કોહલી, રોહિત અને બુમરાહને મળ્યો ખાસ એવોર્ડ

સીએટ ક્રિકેટ રેટિંગ દ્વ્રારા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વર્ષના સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ખેલાડી અને બેટ્સમેન પસંદ કરવામાં આવ્યા છે. તેના સિવાય જસપ્રીત બુમરાહને વર્ષના સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય બોલર અને મુંબઈ ઇન્ડિયન્સને ચોથું આઈપીએલ ટાઈટલ જીતાડનાર રોહિત શર્માને વર્ષના સર્વશ્રેષ્ઠ વનડે બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ટાયર નિર્માતા કંપની સીએટે આંતરરાષ્ટ્રીય સ્તર પર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને સીએટ ક્રિકેટ રેટિંગ્સ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ (૨૦૧૯) થી સમ્માનિત કર્યા છે. તાજેતરમાં પોતાની કેપ્ટનશીપમાં મુંબઈ ઇન્દીય્સને ચોથું આઈપીએલ ટાઈટલ જીતાડનાર કેપ્ટન રોહિત શર્માને વર્ષના સર્વશ્રેષ્ઠ વનડે ક્રિકેટ ખેલાડીનો એવોર્ડ મળ્યો છે જયારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ વર્ષના સર્વશ્રેષ્ઠ ટી-૨૦ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જયારે ટી-૨૦ ફોર્મેટમાં બેટ્સમેનો માટે પડકારજનક સાબિત રહેલા અફઘાનિસ્તાનના રાશીદ ખાનને વર્ષના સર્વશ્રેષ્ઠ બોલર તરીકે પસંદ કરવામાં અવ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક જીતના ભાગ રહેલા ચેતેશ્વર પુજારાને વર્ષના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડીના એવોર્ડથી સમ્માનિત કરવામાં અવ્યાચે. ભારતે ૪ ટેસ્ટ મેચની સીરીઝને ૨-૧ થી પોતાના નામે કરી હતી. ચેતેશ્વર પુજારાએ આ ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં ૭૪.૪૨ ની એવરજથી ૫૨૧ રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને એક અડધી સદી સામેલ હતી.

સીસીઆરે મહિલા ક્રિકેટમાં પણ એવોર્ડ આપ્યો છે. આ બાબતમાં ભારત માટે વનડે અને ટી-૨૦ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારી યુવા બેટ્સમેન સ્મૃતિ મંધાનાને વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

સીસીઆરે ભારતની પ્રથમ વર્લ્ડ કપ જીતના ભાગ રહેલા મોહિન્દર અમરનાથને લાઇફટાઈમ અચીવમેંટ એવોર્ડથી સમ્માનિત કર્યા છે.

સીસીઆરે માત્ર આંતરરાષ્ટ્રીય સ્તર પર નહિ ભારતના ઘરેલું ક્રિકેટમાં પણ ઘણા યુવા ખેલાડીઓને એવોર્ડ આપ્યા છે. મસલન આશુતોષ અમનને ડોમેસ્ટિક પ્લેયર ઓફ ધ યર અને યશસ્વી જાયસવાલને જુનિયર ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.

Share: