શું આ એક ચૂકના લીધી દિલ્હીમાં ભાજપને થશે નુકસાન? આપ-કોંગ્રેસ કરી રહી છે મોટા દાવાઓ

May 14, 2019
 969
શું આ એક ચૂકના લીધી દિલ્હીમાં ભાજપને થશે નુકસાન? આપ-કોંગ્રેસ કરી રહી છે મોટા દાવાઓ

આ વખતે દિલ્હીમાં લોકસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થન અને વિરોધ વચ્ચે છે. આનાથી ભાજપને લાભ છે, તો બીજી તરફ નુકસાન પણ છે. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ભાજપની સૌથી મોટી ચિંતા મુસ્લિમ વૉટથી છે. તેઓ માને છે કે મુસ્લિમ વૉટ એકપક્ષીય જશે તો ભાજપને નુકસાન પહોંચાડી શકે છે બીજી તરફ કોંગ્રેસને પણ વૉટ વધવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, આમ આદમી પાર્ટી એવો દાવો કર્યો છે કે, મુસ્લિમ એકપક્ષીય તેમની સાથે છે અને તે સાત બેઠકો જીતી રહ્યા છે.

તમને જાણવી દઈએ કે, દિલ્લીમાં કુલ મતદારો એક કરોડ ૪૩ લાખથી વધારે છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, દિલ્હીમાં મુસ્લિમ વૉટ ૧૩ ટકા છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, વર્તમાનમાં તે સંખ્યા વધીને ૧૭ ટકા સુધી પહોંચી ગઈ છે. મુસ્લિમ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મતદાન થયું છે. મૌજપુરના બૂથ નંબર ૫૩ માં મોટે ભાગે હિન્દૂ મતદારો છે. આ બૂથ ખાતે ૧૦૪૪ વૉટ હતા, જેમાંથી ૭૦૬ વૉટ પડયા છે, એટલે કે ૬૭.૬૨ ટકા મતદાન થયું છે. આ મતદાનની આસપાસના હિન્દૂ વિસ્તારોમાં સારું મતદાનમાનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે.

આનું આગામી બૂથ ૫૪ હતું, જેમાં ૧૧૯૨ વૉટ હતા. આમાંથી ૯૦૦ વૉટ પડયા છે. એટલે કે ૭૫.૫ ટકા વૉટ થયા. આ બૂથ ખાતે સૌથી વધારે મુસ્લિમ વૉટ છે. આ માત્ર એક વિસ્તારની સ્થિતિ નથી, આખી દિલ્હીની આ સ્થિતિ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દિલ્લીમાં ઊંટ કઈ રીતે બેસશે તે ૨૩ મેના રોજ ખબર પડશે, પરંતુ મતદાનને ધ્યાનમાં રાખીને અનુમાન થઈ રહ્યું છે કે, ભાજપ તેના મતદારોને સંપૂર્ણપણે ઘરથી મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવામાં સફ્રળ રહી નથી.

આવામાં મોટો પ્રશ્ન એ છે કે શું દિલ્હીમાં મુસ્લિમ મતોનું વિભાજન થયું છે. કોંગ્રેસ અને આપ ગઠબંધનના કરીને શીલા દિક્ષીત જેવા ઉમેદવારને કોંગ્રેસ દ્વારા દૂર કરી બંને ટીમો મુસ્લિમ સમુદાયને તેમની સાથે જોડી રાખવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો અનુસાર અમૂક બેઠકો પર આપ તો અમૂક બેઠકો પર કોંગ્રેસ ભાજપને ટક્કર આપી રહી છે. મુસ્લિમ મતોના વૉટ જે તરફ જશે તે ઉમેદવારને તેનો લાભ મળશે. જોકે, પરિસ્થિતિ મતગણતરી પછી જ સ્પષ્ટ થશે.

Share: