જિયો વન પ્લસ ૭ ની ખરીદી પર ગ્રાહકોને મળી રહ્યો છે આ ફાયદો

May 14, 2019
 962
જિયો વન પ્લસ ૭ ની ખરીદી પર ગ્રાહકોને મળી રહ્યો છે આ ફાયદો

જો તમે જિયો વનપ્લસ ૭ મોબાઈલ ખરીદનાર ગ્રાહકોમાંથી એક છો તો તમારા માટે એક શાનદાર ઓફર આવી રહી છે. જિયો વનપ્લસ ૭ સીરીઝ બિયોન્ડ સ્પીડ ઓફર હેઠળ વનપ્લસ ૭ ખરીદનાર ગ્રાહકને જિયોનું ૨૯૯ રૂપિયાનું રીચાર્જ કરાવવા પર ૫૪૦૦ નું કેશબેક મળશે. તેના સિવાય ૩૯૦૦ રૂપિયાની એક્સ્ટ્રા બેનીફીટ પણ મળશે. એટલે ગ્રાહકને લગભગ ૯૩૦૦ રૂપિયાનો ફાયદો અને ઓફર્સ મળશે. ગ્રાહકોને ૫૪૦૦ રૂપિયાનું કેશબેક ૧૫૦ રૂપિયાના ૩૬ વાઉચર્સ તરીકે મળશે. આ બધા વાઉચર્સ જિયો એપ પર મળશે.

કસ્ટમર્સ અન વાઉચર્સને આગામી ૨૯૯ રૂપિયાના રિચાર્જના સમયે ઉપયોગ કરી શકે છે. ગ્રાહકોને ૩જી અને ૪જી ડેટા દરરોજ મળશે. આ રિચાર્જ ૨૮ દિવસ માટે વેલીડ હશે. તેમાં અનલીમીટેડ કોલ્સ, એસએમએસ સિવાય જિયો ટીવી અને જિયો સિનેમા જેવી એપ્સનો ઉપયોગ કરવાનો પણ અધિકાર મળશે. ૫૪૦૦ રૂપિયાના કેશબેક સિવાય ગ્રાહકને ૩૯૦૦ રૂપિયાનો એક્સ્ટ્રા બેનીફીટ પણ મળશે. જેમાં જુમ કર પર ૨૦૦૦ રૂપિયા સુધીનો ફાયદો મળશે.

ઈજ્માઈ ટ્રીપ પર ફ્લાઈટ બુક કરવા પર ૧૫૫૦ રૂપિયા સુધીની છુટ મળશે. ચુંબક પર ૧૬૯૯ રૂપિયાની ખરીદી પર ૩૫૦ રૂપિયા સુધીની છુટ મળશે. જિયો બિયોન્ડ સ્પીડ ઓફર જુના અને નવા બંને ગ્રાહકો માટે હશે, જે પણ ગ્રાહક વન પ્લસ ૭ અથવા વન પ્લસ ૭ પ્રો ખરીદશે તેને આ ફાયદો મળશે. ગ્રાહકોને પ્રથમ વખત જિયોના ૨૯૯ રૂપિયા કરવા પર બધા બેનીફીટ મળશે.

Share: