પ્રિયંકા ગાંધીએ મોદી સમર્થકો સાથે મિલાવ્યો હાથ

May 14, 2019
 282
પ્રિયંકા ગાંધીએ મોદી સમર્થકો સાથે મિલાવ્યો હાથ

કૉંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી સોમવારે મધ્યપ્રદેશના પ્રવાસ પર હતા. તેમણે સૌ પ્રથમ ઉજજૈનમાં મહાકાલ મંદિરમાં પૂજા કરી. ત્યારબાદ રતલામમાં સભા અને ઇન્દોરમાં રોડ શો કર્યો હતો. રતલામમાં સભા પૂરી થયા બાદ તેઓ સ્ત્રીઓને મળવા પહોંચી ગયા. તેમની વચ્ચે પાંચ ફુટ ઊંચો બૈરીકેડ હતો. સ્ત્રીઓ તેમની સાથે હાથ મિલાવવા માંગતી હતી. તેમના ઉત્સાહને જોઈને, પ્રિયંકા ગાંધીએ બૈરીકેડને ચડીને સ્ત્રીઓ સાથે હાથ મિલાવ્યા.

આ પહેલા, પ્રિયંકા ગાંધીએ ઇન્દોરમાં મોદી સમર્થકો સાથે હાથ મિલાવ્યા હતા. તેઓ એરપોર્ટથી બહાર નીકળ્યા, તો રામચંદ્ર નગરના ચારરસ્તા નજીક કેટલાક લોકોએ મોદી-મોદીના નારા લગાવતા હતા. તેમાં મહિલાઓ અને બાળકો પણ હતા. આ જોઈને પ્રિયંકાએ કાફલો રોકાવ્યો. તેઓ કારથી બહાર આવીને તેમની પાસે પહોંચી ગયા અને બધાની સાથે હાથ મિલાવીને કહ્યું- તમે તમારી જગ્યાએ છો, હું મારી જગ્યાએ છું. આ વાત પર મોદી સમર્થકોએ જવાબ આપ્યો - વેરી ગુડ પ્રિયંકાજી, આ વાત પર પ્રિયંકાજી હસ્યા અને તે લોકોને ઓલ ધ બેસ્ટ કહીને ત્યાંથી નીકળી ગયા.

Share: